જેકલીનનો ખરાબ સમય:2022ની શરૂઆત જેકલીન માટે ખરાબ રહી, તેની માતા કિમને હાર્ટ અટેક આવતા બહેરીનની હોસ્પિટલમાં દાખલ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેકલીનની માતા કિમને સ્ટ્રોક આવતા જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, તે અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે

2021 જેકલીન ફર્નાન્ડિઝ માટે મુશ્કેલીઓથી ભરેલું રહ્યું પરંતુ નવા વર્ષ 2022ની શરૂઆત પણ તેના માટે સારી નથી રહી. રિપોર્ટ્સના અનુસાર, એક્ટ્રેસની માતા કિમ ફર્નાન્ડિઝને બહેરીનમાં હાર્ટ અટેક આવ્યો છે. જેકલીનના માતા-પિતા છેલ્લા ઘણા વર્ષોથી બહેરીનમાં રહે છે. કિમને સ્ટ્રોક આવતા જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે.

માતાપિતા ઈચ્છતા હતા કે જેકલીન બહેરીન આવી જાય
જેકલીન ફર્નાન્ડિઝે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના માતા-પિતા મહામારીને કારણે તેને લઈને ઘણા પરેશાન છે અને તેઓ ઈચ્છે છે કે તે બહેરીન આવી જાય. જેકીએ જણાવ્યું હતું- શ્રીલંકાના મારા મિત્ર અને મારા માતા-પિતા, જે બહેરીનમાં રહે છે, ન્યૂઝ જુએ છે અને જ્યારે તેઓ ભારતની સ્થિતિ જુએ છે તો ગભરાઈ જાય છે. મારા માતા-પિતા ઈચ્છે છે કે હું તેમની સાથે બહેરીનમાં રહું...શ્રીલંકામાં મારા કાકા અને પિતરાઈ ભાઈઓ પણ મને તેમની સાથે રહેવા માટે કહી રહ્યા છે. જો કે જેકલીન પોતાના વર્ક કમિટમેન્ટના કારણે ભારતમાં જ રહી.

તેના માતા-પિતા મહામારીને કારણે તેને લઈને ઘણા પરેશાન છે.
તેના માતા-પિતા મહામારીને કારણે તેને લઈને ઘણા પરેશાન છે.

કોનમેનની સાથે સંબંધોના કારણે જેકલીન ચર્ચામાં આવી
જેકલીન થોડા દિવસોથી 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે પોતાના સંબંધો અને વાયરલ ફોટોના કારણે ચર્ચામાં છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકલીન અત્યારે અક્ષય કુમાર અને નુસરત ભરુચા સ્ટારર રામ સેતુનું શૂટિંગ કરી રહી છે. તે ઉપરાંત તે અક્ષય અને ક્રિતિ સેનનની સાથે બચ્ચન પાંડે, રણવીર સિંહની સર્કસમાં પણ જોવા મળશે, જેને રોહિત શેટ્ટી ડાયરેક્ટ કરશે. એટલું જ નહીં જેકલીન અટેકમાં જ્હોન અબ્રાહમની સાથે પણ જોવા મળશે.