તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડમાં ડ્રગ કેસ:અકાલી દળના નેતાએ કરન જોહર સહિત અનેક સ્ટાર્સ વિરુદ્ધ NCBના પ્રમુખને ફરિયાદ કરી, કહ્યું- જો ગયા વર્ષે કાર્યવાહી થઈ હોત તો કદાચ સુશાંત આજે જીવતો હોત

મુંબઈ10 મહિનો પહેલા
કરન જોહરના ઘરે યોજાયેલી પાર્ટીમાં દીપિકા-વિકી કૌશલ એન્જોય કરતા - Divya Bhaskar
કરન જોહરના ઘરે યોજાયેલી પાર્ટીમાં દીપિકા-વિકી કૌશલ એન્જોય કરતા

અકાલી દળના રાષ્ટ્રીય પ્રવક્તા મનજિંદર સિંહ સિરસાએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના પ્રમુખ રાકેશ અસ્થાના સાથે મુલાકાત કરીને કરન જોહર તથા અન્ય કેટલાક એક્ટર્સ વિરુદ્ધ ડ્રગ પાર્ટી કરવા અંગે ફરિયાદ કરી છે. દિલ્હીમાં થયેલી આ મુલાકાતમાં સિરસાએ કરન જોહર પર ડ્રગ પાર્ટીનું આયોજન કરવાનો આક્ષેપ મૂક્યો હતો. સિરસાએ વાઈરલ વીડિયોની તપાસ કરવાની માગણી કરી છે. સિરસાએ કહ્યું હતું કે ગયા વર્ષે ફરિયાદ કરવામાં આવી હતી, જો તે સમયે કોઈ કાર્યવાહી થઈ હોત તો કદાચ સુશાંતે જીવ ગુમાવ્યો પડ્યો ના હોત.

આ અંગે પોતાની ફરિયાદની કૉપી સોશિયલ મીડિયામાં શૅર કરીને સિરસાએ કહ્યું હતું, 'હું ફિલ્મ પ્રોડ્યૂસર કરન જોહર તથા અન્ય વિરુદ્ધ મુંબઈ સ્થિત ઘરમાં ડ્રગ પાર્ટી આયોજીત કરવાના કેસમાં ફરિયાદની તપાસ તથા કાર્યવાહી કરવા અંગે દિલ્હીના BSF મુખ્યાલયમાં NCB પ્રમુખ રાકેશ અસ્થાનાને મળ્યો હતો. તે પાર્ટી વીડિયોની જરૂરથી તપાસ થવી જોઈએ.'

કરન સહિત આ સ્ટાર્સ વિરુદ્ધ ફરિયાદ થઈ
ફરિયાદની કૉપી શૅર કરી હતી, જેમાં કરન ઉપરાંત દીપિકા પાદુકોણ, વિકી કૌશલ, મલાઈકા અરોરા, વરુણ ધવન, અર્જુન કપૂર તથા શાહિદ કપૂર વિરુદ્ધ ડ્રગ લેવાનો, તેને રાખવાનો તથા તેના ઉપયોગ માટે પોતાની જગ્યા આપવા અંગે તપાસ કરવાની માગણી કરી છે. સિરસાએ પોતાના પત્રમાં કહ્યું હતું કે આ તમામ એક્ટર્સ પાર્ટીમાં ડ્રગ્સ લેતા જોવા મળ્યા હતા.

સિરસાએ કહ્યું, 10 મહિના પહેલા ફરિયાદ કરી હતી
શૅર કરેલા એક અન્ય વીડિયોમાં સિરસાએ કહ્યું હતું, 'અમે NCBના ચીફ રાકેશ અસ્થાનાજીને ફરિયાદ કરી છે. અંદાજે 10 મહિના પહેલા મેં આ જ ફરિયાદ મહારાષ્ટ્રની મુંબઈ પોલીસને કરી હતી અને કરન જોહરે યોજેલ પાર્ટીની તપાસ કરાવવાની માગણી કરી હતી.

શાહિદ કપૂરને ડ્રગ એટિક્ટ કહ્યો
સિરસાએ આગળ કહ્યું હતું, 'જે લોકોએ અમને 'ઉડતા પંજાબ' કહીને આખી દુનિયામાં બદનામ કર્યા, શાહિદ કપૂર જેવા લોકોએ પોતે ડ્રગ્સ લે છે અને પોતે ડ્રગ એડિક્ટ છે. તેઓ પોતાની સ્ટોરીને પંજાબના લોકો સાથે જોડી દીધી. તે શાહિદની પોતાની સ્ટોરી હતી. આ વીડિયો જ્યારે સામે આવ્યો ત્યારથી હું પોલીસને ફોલોઅપ કરવાનું કહું છું પરંતુ અમારી વાત કોઈએ સાંભળી નહીં.'

સુશાંતનો જીવ બચી જાત
વધુમાં તેમણે કહ્યું હતું, જો અમારી વાત તે સમયે સાંભળી લેવામાં આવી હોત તો હું દાવા સાથે કહી શકું છે કે આજે સુશાંત સિંહને આપણે ગુમાવ્યો ના હોત. મહારાષ્ટ્રમાં પોલીસ માટે ડ્રગ્સનો મુદ્દો હળવો હશે અને તેથી જ તેમણે તપાસ કરવાની જરૂર લાગી નહીં. હવે તેઓ કહે કે તેમણે શા માટે તપાસ ના કરી.'

પૂરા બોલિવૂડને દોષ આપતો નથી
'હવે અમે NCB પ્રમુખને કહ્યું કે આ જે લોકો છે જો તમે તેની તપાસ કરશો તો બહુ મોટા ખુલાસા થશે, કારણ કે આ લોકો ડ્રગ્સ લે છે અને તેમનો કોઈ સપ્લાયર છે. તેની માહિતી સામે આવશે. આ લોકોની મદદથી ડ્રગ્સ રેકેટનો ખુલાસો થશે. હું પૂરા બોલિવૂડને દોષ આપતો નથી પરંતુ બોલિવૂડના લોકો જે સામેલ છે, તે સામે આવવું જોઈએ. આમાં કંઈ જ ખોટું નથી.'

સિરસાએ પોતાની ફરિયાદ પર કાર્યવાહી ના થવા પર નવાઈ પ્રગટ કરી હતી. તેમણે કહ્યું હતું, 'મેં મારી ફરિયાદ સ્પીડ પોસ્ટથી મોકલાવી હતી. ઓફિશિયલ હેન્ડલ પર પણ ફરિયાદ મૂકી હતી અને વારંવાર રિમાઈન્ડર પણ મોકલ્યું હતું પરંતુ કાર્યવાહી તો દૂર પોલીસે તેના પર ધ્યાન સુદ્ધાં ના આપ્યું.'

વાઈરલ વીડિયોમાં સ્ટાર્સ નશામાં જોવા મળ્યા
સિરસાએ 14 સપ્ટેમ્બરના રોજ આ જ વીડિયો શૅર કરીને ટ્વીટ કરી હતી, 'યાદ કરી લો આ વીડિયોમાં દરેક ચહેરાઓ થોડાં દિવસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ઓફિસની બહાર લાઈનમાં ઊભેલા જોવા મળશે. પોતાની ડ્રગ પાર્ટીઓને કારણે જેલમાં જવાની તૈયારીમાં.#UdtaBollywood'

અન્ય સમાચારો પણ છે...