પ્લેનમાં એક્ટ્રેસની છેડતી:ફ્લાઇટમાં સામાન લેતી વખતે એક્ટ્રેસ સાથે છેડછાડ કરવામાં આવી, મુંબઈમાં બિઝનેસમેનની ધરપકડ થઈ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 40 વર્ષીય એક્ટ્રેસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

દિલ્હીથી મુંબઈની ફ્લાઇટમાં 40 વર્ષીય એક્ટ્રેસની છેડતીના આરોપમાં સહાર પોલીસની ટીમે ગાઝિયાબાદના એક વેપારીની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, 40 વર્ષીય એક્ટ્રેસે આરોપ લગાવ્યો છે કે 3 ઓક્ટોબરના રોજ તે દિલ્હીથી મુંબઈ જતી હતી. પ્લેન જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ટર્મિનલ પર લેન્ડ થયું ત્યારે તે પોતાની બેગ લેવા માટે ઓવરહેડ સ્ટોરેજ ખોલવા માટે ઊભી થઈ હતી. આ દરમિયાન કોઈએ તેને પાછળથી ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. એક્ટ્રેસ આ અંગે કેબિન ક્રૂને ફરિયાદ કરી હતી.

ક્રૂએ મેલ કરવાનું કહ્યું
કેબિન ક્રૂએ એક્ટ્રેસને ઇમેલ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ એક્ટ્રેસે વર્સોવા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. અહીંયાથી તેને સહાર એરપોર્ટ પોલીસ સ્ટેશન જવાનું કહ્યું હતું.

એકટ્રેસનો ગુસ્સો જોઈ આરોપીએ માફી માગી
એક્ટ્રેસની નારાજગી જોઈને આરોપીએ માફી માગી હતી. આની પુષ્ટિ કેબિન ક્રૂ તરફથી કરવામાં આવી હતી. પ્લેન ના ક્રૂએ પણ એક્ટ્રેસની ફરિયાદનો ઇમેલ સહાર એરપોર્ટ પોલીસ સ્ટેશનને મોકલી આપ્યો છે. આ કેસમાં તપાસ શરૂ થઈ અને પોલીસે નિતિન નામની વ્યક્તિ વિરુદ્ધ કેસ કર્યો છે. ત્યારબાદ સોમવાર, 19 ઓક્ટોબરના રોજ આરોપીની ધરપકડ કરીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને 3 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

ખોટું નામ બતાવીને તપાસ ભટકાવવાનો પ્રયાસ કર્યો
તપાસમાં એ વાત સામી આવી છે કે આરોપીએ ક્રૂ મેમ્બરનું ધ્યાન ભટકાવવા માટે પોતાનું નામ ખોટું બતાવ્યું હતું. તેણે પોતાનું નામ પહેલાં રાજીવ કહ્યું હતું. શરૂઆતમાં રાજીવ નામના વ્યક્તિની તપાસ શરૂ કરી હતી. પછી પોલીસને તેના નામ પર શંકા ગઈ હતી અને એરલાઇન્સના તમામ પ્રવાસીઓનો રેકોર્ડ કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન એ વાતની જાણ થઈ કે તેનું અસલી નામ નિતિન હતું. પોલીસે એક્ટ્રેસને નિતિનની તસવીર મોકલી હતી અને પૃષ્ટિ થયા બાદ 14 ઓક્ટોબરે નિતિનને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો.

થોડાં કલાકની પૂછપરછ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં એ વાત સામી આવી કે આરોપી ગાઝિયાબાદનો મોટો બિઝનેસમેન છે. તે અવારનવાર મુંબઈ આવે છે.