તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરીના કપૂરની બુક પર કોન્ટ્રોવર્સી:એક્ટ્રેસે બુકનું નામ ‘પ્રેગ્નન્સી બાઇબલ’ રાખ્યું, ખ્રિસ્તી સંગઠને ‘બાઇબલ’ શબ્દ સામે વાંધો ઉઠાવી ફરિયાદ નોંધાવી

18 દિવસ પહેલા
કરીનાએ આ બુકને પોતાનું ત્રીજું બાળક ગણાવ્યું.
  • આ બુકમાં કરીનાએ તેના પ્રેગ્નન્સીના અનુભવ લખ્યા છે
  • ઓલ ઇન્ડિયા માઈનોરિટી બોર્ડને પણ આ બુકના ટાઇટલ સામે વાંધો છે

પોતાનાં લગ્નથી લઈને બાળકના નામ સુધી વિવાદોમાં ઘેરાયેલી એક્ટ્રેસ અને પટૌડી પરિવારની પુત્રવધૂ કરીના કપૂર-ખાન હવે એક નવી કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ગઈ છે. કરીનાએ પ્રેગ્નન્સી દરમિયાન એક બુક લખી છે. આ બુકનું નામ તેણે 'પ્રેગ્નન્સી બાઈબલ' આપ્યું છે. આ નામ પર ખ્રિસ્તી સંગઠનો અને ઓલ ઇન્ડિયા માઈનોરિટી બોર્ડ (AIMB)એ વાંધો ઉઠાવ્યો છે.

મહારાષ્ટ્રના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ખ્રિસ્તી ગ્રુપે ફરિયાદ નોંધાવી
પુસ્તકના ટાઈટલને લઈને હવે મહારાષ્ટ્રના બીડમાં એક ખ્રિસ્તી સંગઠને કરીના કપૂર અને અન્ય 2 લોકો વિરુદ્ધ શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદકર્તાનું કહેવું છે કે આ બુકના ટાઈટલમાં ખ્રિસ્તીનો પવિત્ર શબ્દ બાઈબલનો ઉપયોગ કરાયો છે. આનાથી અમારી અને સમગ્ર ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, અલ્પા ઓમેગા ક્રિશ્ચન મહાસંઘના અધ્યક્ષ આશિષ શિંદેએ આ મામલે IPCની કલમ 295-A હેઠળ કેસ નોંધવાની માગ કરી છે. જોકે હજુ કેસ નોંધાયો છે કે નહીં એની ચોખવટ થઈ નથી.

કરીના કપૂરની બુક લૉન્ચ થઈ એ પછીથી વિવાદ શરૂ છે. ઓલ ઇન્ડિયા માઈનોરિટી બોર્ડને પણ આ બુકના ટાઈટલ સામે વાંધો છે. બોર્ડના અધ્યક્ષ ડાયમંડ યુસેફે પણ ઓથર વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરી હતી.

21 ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો
2016માં કરીનાએ 20 ડિસેમ્બરના રોજ તૈમુરને જન્મ આપ્યો હતો. 2021માં 21 ફેબ્રુઆરીના રોજ કરીનાએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. ગયા વર્ષે તૈમુરના જન્મદિવસ પર કરીનાએ પ્રેગ્નન્સીના અનુભવો પર બુક લખવાની જાહેરાત કરી હતી. કરીનાની આ બુકનું નામ 'પ્રેગ્નન્સી બાઇબલ' છે.

પ્રેગ્નન્સીના અનુભવો શૅર કર્યા
કરીનાની આ બુક લૉન્ચ થઈ ગઈ છે. કરીનાએ પ્રેગ્નન્સીમાં શું ફીલ કર્યું એ અંગે વાત કરી છે. કરીનાએ પોતાની આ બુકને પોતાનું ત્રીજું બાળક ગણાવ્યું છે. કરીનાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના કેટલાક દિવસો સારા હતા તો કેટલાક ખરાબ પણ હતા. ક્યારેક તે કામ કરવા એકદમ ઉત્સાહી થઈ જતી તો ક્યારેય પલંગ પરથી ઊભી પણ થઈ શકતી નહોતી. આ બુકમાં તેણે શારીરિક તથા માનસિક બંને પ્રકારના અનુભવોની વાત કરી છે.

બીજા દીકરાનું નામ જેહ પાડ્યું
કરીનાના પિતા રણધીર કપૂરે કહ્યું હતું કે કરીના-સૈફે બીજા દીકરાનું નામ ‘જેહ’ પાડ્યું છે. ‘જેહ’ લેટિન વર્ડ છે. એનો અર્થ બ્લુ ક્રેસ્ટેડ બર્ડ (એક જાતનું પક્ષી) એવો થાય છે. નીલા રંગનું શરીર અને માથે કલગી હોય છે. પારસી ભાષામાં આ શબ્દનો અર્થ ટુ કમ, ટુ બ્રિંગ થાય છે.