ઉર્ફી જાવેદ વાઇરલ વીડિયો:લો બોલો... એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું, ‘મારા શરીરનું એક અંગ નકલી છે’

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ તેના આઉટફિટને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફી તેની વાતો, તેની અદા પાછળ ઘણા લોકો પાગલ છે. ઉર્ફી પોતાનાં કપડાં સાથે સતત વિચિત્ર પ્રકારના પ્રયોગો કરતી રહે છે અને તેને એ વાતનું દુખ બિલકુલ નથી કે લોકો તેના વિશે શું કહેશે. ઉર્ફી હંમેશાં હસતી જ જોવા મળે છે. તેના ચહેરા પરનું હાસ્ય એક મિનિટ માટે પણ ગાયબ રહેતું નથી. પરંતુ હાલમાં જ ઉર્ફી એ તેના શરીરને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા એક વીડિયોમાં ઉર્ફી એ કહ્યું હતું કે, તેના શરીરનો એક ભાગ નકલી છે.

હાલમાં જ ઉર્ફી એક ઇવેન્ટમાં સામેલ થવા માટે પહોંચી હતી. આ દરમિયાન તે બેહદ સુંદર લાગી રહી હતી. ઉર્ફીને ચોમાસામાં ખાવા-પીવા વિશે પૂછવામાં આવ્યું હતું.મુંબઈમાં વરસાદ પડે તો શું તેઓ મકાઈ ખાવા ઈચ્છે છે, ચા પીવે છે, ભજીયાં ખાય છે, શું તેઓ એવું કંઈક કરવા ઈચ્છે છે? આ અંગે ઉર્ફીએ કહ્યું કે તે મકાઈ નથી ખાતી કારણ કે તેના બધા દાંત નકલી છે. ઉર્ફી વિશે આ સત્ય જાણીને બધા ચોંકી ગયા છે. ઉર્ફી આગળ કહે છે, 'જો હું મકાઈ ખાઉં તો મારા બધા દાંત તૂટી જશે કારણ કે મારા બધા દાંત નકલી છે.' જો કે, આ પછી ઉર્ફીએ કહ્યું કે તે ખાવાની ખૂબ શોખીન છે અને તે સતત કંઈક ને કંઈક ખાતી રહે છે.

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદનું નામ તાજેતરમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા એશિયનોની યાદીમાં સામેલ થયું છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં ઉર્ફીએ બધાને પાછળ છોડી દીધા છે. જો કે ઘણી બધી સેલિબ્રિટીઓએ પણ આના પર પ્રતિક્રિયા આપી હતી અને કેટલાક લોકોએ તેના પર વાંધો પણ ઉઠાવ્યો હતો, જેના પછી ઉર્ફીએ આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તે લોકો મને લાયક નથી માનતા, જે લોકો આ લિસ્ટમાં નથી.

ઉર્ફી જાવેદને ઘણી વખત ધમકીઓ મળી ચુકી છે. જ્યારે તેણે ઉદયપુરની ઘટના પર પોસ્ટ કર્યું ત્યારે લોકોએ અફવા ફેલાવી હતી કે, એક્ટ્રેસે આત્મહત્યા કરી લીધી છે. આ સાથે તેણે તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને હત્યારાઓના સમર્થનમાં પોસ્ટ કરવાનું શરૂ કર્યું. આટલું જ નહીં, ઘણી વખત લોકો ઉર્ફી વિશે અભદ્ર વાતો પણ બોલવા લાગ્યા હતા. જોકે, એક્ટ્રેસે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. આ દુનિયામાં શું થઈ રહ્યું છે તે કહ્યું. 'શું થઈ રહ્યું છે આ દુનિયામાં? મને જાનથી મારી નાખવાની ઘણી ધમકીઓ મળી રહી છે. કોમેન્ટ આવી રહી છે કે તે લોકો મારા હત્યારા સાથે ઊભા છે.'