રિયા ચક્રવર્તીનું કબૂલાતનામું:એક્ટ્રેસે સ્વીકાર્યું, 9 જૂનના રોજ સુશાંતે મેસેજ કરીને પૂછ્યું હતું કે કેમ છે બેબુ? ગુસ્સામાં આવીને નંબર બ્લૉક કર્યો હતો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રિયા ચક્રવર્તીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તે સુશાંતના વ્યવહારથી દુઃખી હતી, કારણ કે તેણે 8 જૂન પછી તેને એક ફોન કર્યો નહોતો
  • એક્ટ્રેસે સુશાંતની બહેન મીતુને આડેહાથ લીધી, કહ્યું- 8-12 જૂન તે તેની સાથે હતી, તે કેમ સામે આવીને નથી કહેતી કે શું થયું હતું

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસની હાલમાં CBI તપાસ કરી રહી છે અને આ દરમિયાન રિયાએ ખાનગી ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. રિયાએ સ્વીકાર્યું હતું કે તેણે સુશાંતનો મોબાઈલ નંબર બ્લૉક કર્યો હતો. એક્ટ્રેસના મતે તેણે ગુસ્સામાં આવીને આમ કર્યું હતું. રિયાએ આઠ જૂનના રોજ સુશાંતનું ઘર છોડ્યું હતું અને એક્ટરે તેને એક વાર પણ રોકવાનો પ્રયાસ ના કર્યો અને ફોન પણ કર્યો નહોતો.

9 જૂનના રોજ સુશાંતે મેસેજ કર્યો હતો
આજ તક સાથેની વાતચીતમાં રિયાએ કહ્યું હતું, તેણે મને 9 જૂનના રોજ મેસેજ કર્યો હતો. આ મેસેજમાં તેણે કહ્યું હતું, 'મારી બેબુ કેમ છે?' (સુશાંત પ્રેમથી રિયાને બેબુ કહેતો હતો) પરંતુ હું એ વિચારીને દુઃખી હતી કે તે મને તેના જીવનમાં ઈચ્છતો નથી. જ્યારે તેને ખબર હતી કે હું બીમાર હતી. આઠ જૂન પછી તેણે મારો સંપર્ક કર્યો નહોતો. 9 જૂનના રોજ મેં તેને બ્લૉક કર્યો હતો. મારા પેરેન્ટ્સ આ અંગે કંઈ જ જાણતા નહોતા. જોકે, તે મારા ભાઈ સાથે સંપર્કમાં હતો.

જો તેણે મારી સાથે સંપર્ક કર્યો હોત અથવા ખબર હોત કે આવું કંઈક થશે તો હું પરત જતી રહેત પરંતુ મને નહોતી ખબર કે શું થયું? હું પણ બધું જ જાણવા માગું છું. તેની બહેન 8થી 12 જૂન દરમિયાન તેની સાથે હતી. તે કેમ સામે આવીને નથી કહેતી કે આખરે શું બન્યું હતું?

સમાચાર મળ્યાં તો વિચાર્યું કે આવી અફવા કેવી રીતે હોઈ શકે?
રિયાએ કહ્યું હતું, 14 જૂનના રોજ બપોરે લગભગ બે વાગે હું મારા ભાઈની સાથે રૂમમાં બેઠી હતી. મારી એક ફ્રેન્ડનો ફોન આવ્યો અને કહ્યું કે આવી કોઈ અફવા છે. તેણે મને આવી અફવા વધુ ના ફેલાય તે માટે કંઈક કરવાનું કહ્યું હતું. તેને ખ્યાલ નહોતો કે હું મારા ઘરમાં છું. તેણે મને કહ્યું કે સુશાંતને કહે કે એક સ્ટેટમેન્ટ રિલીઝ કરે. ત્યારે મને લાગ્યું કે આવી અફવા કેવી રીતે ફેલાઈ શકે? 10-15 મિનિટમાં બધું જ સ્પષ્ટ થઈ ગયું હતું.

રિયા તો પણ સુશાંતના ઘરે ના ગઈ
રિયાના મતે, સુશાંતના મોતના સમાચાર સાંભળ્યા બાદ પણ તે તેના ઘરે ના ગઈ. તેણે કહ્યું હતું, હું પૂરી રીતે તૂટી ગઈ હતી અને મને ઘેરો આઘાત લાગ્યો હતો. મને ખબર જ નહોતી પડતી કે કોઈ આવું કેવી રીતે કરી શકે. મને કહેવામાં આવ્યું કે તેના ફ્યૂનરલમાં સામેલ થનાર લિસ્ટમાં મારું નામ નથી. ઈન્ડસ્ટ્રીમાં જે લોકોના નામ હતા, તેમાંથી જ કોઈકે મને મારું નામ ના હોવાની વાત કહી હતી. હું જઈ શકું તેમ નહોતી. તે લોકો નહોતા ઈચ્છતા કે હું ત્યાં આવું. તેનો પરિવાર મને ત્યાં જોવા માગતો નહોતો.

મિત્રે બૉડી જોવાની સલાહ આપી
રિયાએ કહ્યું હતું, હું તેના અંતિમ સંસ્કારમાં જવા માટે તૈયાર હતી પરંતુ ઈન્ડસ્ટ્રીના કેટલાંક લોકોએ મને ફોન કર્યો અને કેટલાંક મને ઘરે આવીને સમજાવી કે હું ત્યાં જઈ શકું તેમ નથી. તેમણે મને કહ્યું હતું કે જો હું ત્યાં જઈશ તો મારું અપમાન કરવામાં આવશે. મારી માનસિક સ્થિતિ ઠીક નથી. પછી મારા બે મિત્રોએ મને કહ્યું કે એકવાર હોસ્પિટલ જઈને તેની ડેડબોડી જોઈ લે. નહીં તો તને ક્યારેય વિશ્વાસ નહીં થાય કે આવું કંઈ થયું છે. આ વાત સ્વીકારવી બહુ અઘરી હોય છે

પાર્થિવદેહ જોતા જ કહ્યું, સોરી બાબુ
શબઘરમાં સુશાંતને છેલ્લી વાર સોરી બાબુ કહેવાનું કારણ પૂછવામાં આવ્યું તે મુદ્દે રિયાએ કહ્યું, તો આવી સ્થિતિમાં કોઈ બીજું કહે પણ શું, એવી વ્યક્તિને જેનો જીવ જતો રહ્યો હોય? આઈ એમ સોરી કે તમે તમારો જીવ ગુમાવ્યો, અને આજે આઈ એમ સોરી કે તમારા મોતને એક મજાક બનાવી દેવામાં આવ્યું છે. મને દુઃખ છે કે તમારી અંતિમ યાદગીરી તરીકે તમારાં સારાં કામ, તમારી બુદ્ધિમત્તા અને તમારી ચેરિટી માટે તમને યાદ કરવામાં નહીં આવે. મને દુઃખ છે કે સૌએ તમારા મોતને મજાક બનાવી દીધું છે અને મને દુઃખ છે કે તમારે તમારો જીવ ગુમાવવો પડ્યો. જો હવે આને પણ ખોટા અર્થમાં લેવામાં આવશે તો હવે શું કહેશો?

શબઘરમાં માત્ર 3-4 સેકન્ડ જ રહી હતી
શબઘરમાં રહેવા વિશે રિયાએ કહ્યું કે, કદાચ 3-4 સેકન્ડ જ રહી હોઈશ. મને બહાર રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. મારા મિત્રોએ કોઈને વિનંતી કરી હતી કે એકવાર બોડી જોવા ઈચ્છે છે, તો એમણે કહ્યું કે એકવાર પોસ્ટમોર્ટમ પૂરું થઈ જશે અને બોડી ફ્યુનરલ માટે વેન તરફ લઈ જવામાં આવી ત્યારે મેં 3-4 સેકન્ડ માટે બોડી જોઈ હતી, અને ત્યારે મેં એને સોરી કહેલું. ત્યારે મેં સન્માન રૂપે એમનો ચરણસ્પર્શ પણ કર્યો હતો. અને મને લાગે છે કે ભારતીય હોવાને નાતે કોઈપણ વ્યક્તિ સમજી શકે છે કે કોઈ વ્યક્તિ બીજાના પગે શા માટે લાગે.

અન્ય સમાચારો પણ છે...