હૃતિકની એક્સ વાઇફ લગ્ન કરશે:સુઝાન ખાન-અર્સલાનના લગ્નમાં એક્ટર બાળકો ને પ્રેમિકા સબા સાથે હાજરી આપશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન તથા સુઝાન ખાન પોત-પોતાના રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. સુઝાન ખાન ટૂંક સમયમાં જ અર્સલાન ગોની સાથે લગ્ન કરશે તેમ માનવામાં આવે છે. કહેવાય છે કે આ લગ્નમાં પૂર્વ પતિ હૃતિક બાળકો તથા પરિવાર સાથે આવશે. આટલું જ નહીં હૃતિકની પ્રેમિકા સબા આઝાદ પણ હાજરી આપશે.

વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, સુઝાન તથા અર્સલાન ઘણાં જ પરિપક્વ છે. બંને પોતાનું બાકીનું જીવન સાથે પસાર કરવા માગે છે. સુઝાને બીજીવાર લગ્ન કરવાનો નિર્ણય ગંભીરતાથી લીધો છે. બંને સાદગીથી લગ્ન કરશે. લગ્નમાં બંનેના પરિવાર તથા મિત્રો હાજર રહેશે.

હૃતિક પણ સબા સાથે લગ્ન કરી શકે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુઝાન-અર્સલાન તથા હૃતિક-સબા બંને સાથે પાર્ટી કરતા હોય છે. ચારેય સારા મિત્રો બની ગયા છે. હૃતિક પણ સબા સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો છે.

કોણ છે અર્સલાન?
અર્સલાન મૂળ જમ્મુ-કાશ્મીરનો છે. તેણે મુંબઈમાં ગ્રેજ્યુએશન કર્યુ હતું. અર્સલાને મુંબઈમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે અનુપમ ખેરના એક્ટિંગ ક્લાસ જોઇન કર્યા હતા. 2016માં અર્સલાને શોર્ટ મૂવી 'મિસ્ટ્રી મેન'માં કામ કર્યું હતું. 2017માં ફિલ્મ 'જિયા ઔર જિયા'માં જોવા મળ્યો હતો. ત્યારબાદ તેણે વેબ સિરીઝ મૈં હીરો બોલ રહા હૂ'માં કામ કર્યું હતું.

2014માં ડિવોર્સ થયા
હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા. આ જ વર્ષે હૃતિકે 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયાં હતાં.