રણબીર કપૂરને કઈ વાતનો ડર?:એક્ટર પિતા બન્યા બાદ આ વાતને લઈને ચિંતિત છે, હવે દિલ ખોલીને કરી દીધી વાત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ હાલમાં જ પેરેન્ટ્સ બન્યા છે. આલિયાએ 6 નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો છે. તો આલિયા અને રણબીર જિંદગીનો નવો રોલ બેખૂબી નિભાવી રહ્યા છે. રણબીરે પરિવાર સાથે ક્વોલિટી સમય પસાર કર્યો હતો. આ બાદ ફરીથી શૂટિંગ પર પરત ફર્યો છે. હાલમાં જ રણબીરે તેની નવી જિંદગીની શરૂઆત અંગે એક ઇન્ટરવ્યૂમાં અનેક ખુલાસા કર્યા હતાં. રણબીરે ખાસ તો પિતા બન્યા બાદ તેને જિંદગીથી શું ડર લાગી રહ્યો છે તે અંગે વાત કરી હતી.

રણબીરે કહ્યું હતું કે, તે વાતથી પરેશાન છે કે, આખરે તેમને આ સમય માટે આટલી રાહ કેમ જોઈ હતી? હું વિચારું છું કે, આટલો સમય મેં બરબાદ કેમ કર્યો? મારા જીવનની સૌથી મોટી અસુરક્ષા એ છે કે જ્યારે મારા બાળકો 20 કે 21 વર્ષના થશે ત્યારે હું 60 વર્ષનો થઈશ. તે સમયે શું હું તેમની સાથે ફૂટબોલ રમી શકીશ?શું હું તેની સાથે દોડી શકીશ?

રણબીર કપૂરની આ વાત સાંભળીને બધા વિચારમાં પડી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂરે આ વર્ષે એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા.આ ફિલ્મ સ્ટાર 40 વર્ષની ઉંમરે એક દીકરીનો પિતા બન્યો છે. આવી સ્થિતિમાં આ ક્ષણ તેના જીવનની સૌથી ખાસ છે.

14 એપ્રિલે લગ્ન કર્યાં ને જૂનમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી
રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં 14 એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં. પાંચ વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યાં હતાં. 27 જૂનના રોજ આલિયાએ સો.મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેમનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે. તસવીરમાં તે અલ્ટ્રા સાઉન્ડ કરાવતી હતી. આલિયાની સાથે પતિ રણબીર કપૂર હતો. આલિયાએ પ્રેગ્નન્સીમાં સતત કામ કર્યું હતું. પહેલાં તેણે 'હાર્ટ ઑફ સ્ટોન'નું શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ તેણે 'ડાર્લિંગ્સ' તથા 'બ્રહ્માસ્ત્ર'નું પ્રમોશન કર્યું હતું. આલિયાએ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'નું પણ શૂટિંગ કર્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નીતુ સિંહ ફિલ્મ 'જુગ જુગ જિયો'માં જોવા મળ્યાં હતાં. આલિયા તથા રણબીર 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળ્યાં હતાં. આલિયા હવે હોલિવૂડ પ્રોજેક્ટ તથા હિંદી ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'માં જોવા મળશે. રણબીર કપૂર ફિલ્મ 'એનિમલ' તથા લવ રંજનની ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે કામ કરી રહ્યો છે. રણબીર કપૂર 'બ્રહ્માસ્ત્ર-2'માં પણ જોવા મળશે.

આલિયા ભટ્ટે લગ્નના સાતમા મહિને બાળકને જન્મ આપ્યો
આલિયા ભટ્ટ લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ હતી. તેણે લગ્નના સવા બે મહિના બાદ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. જોકે, આલિયા પહેલાં નતાશા સ્ટેનોકોવિક (ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની), નેહા ધૂપિયા, શ્રીદેવી, કોંકણા સેન તથા સારિકા પણ લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થયાં હતાં.

કોણ છે આલિયા ભટ્ટ?
આલિયાનો જન્મ 15 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં થયો હતો. તે બોલિવૂડના લોકપ્રિય ફિલ્મમેકર મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની દીકરી છે. આલિયાએ મુંબઈની જમનાબાઈ નર્સરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. આલિયા સ્કૂલમાં એવરેજ વિદ્યાર્થિની હતી. જોકે, અધર એક્ટિવિટીમાં આલિયા હંમેશાં આગળ રહેતી. તેણે 2012માં બોલિવૂડમાં 'સ્ટૂડન્ટ ઑફ ધ યર'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે આલિયાએ ઓડિશન આપ્યું હતું. 400 છોકરીઓમાંથી આલિયાની પસંદગી કરવામાં આવી હતી. ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે આલિયા, 1999માં ફિલ્મ 'સંઘર્ષ'માં જોવા મળી હતી.

કોણ છે રણબીર કપૂર?
રણબીર કપૂરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1982માં થયો છે. રણબીર કપૂરનાં પેરેન્ટ્સ (રિશી કપૂર-નીતુ સિંહ) બોલિવૂડમાં લોકપ્રિય એક્ટર-એક્ટ્રેસ હતાં. રણબીર કપૂરના દાદા સ્વ. રાજકપૂર તથા વડદાદા સ્વ.પૃથ્વીરાજ કપૂર છે. રણબીરના ફર્સ્ટ કઝીન કરિશ્મા કપૂર, કરીના કપૂર છે. રણબીરની બહેન રિદ્ધિમા કપૂર લાઇમલાઇટથી દૂર રહે છે. તેણે દિલ્હીના બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યાં છે અને તેમને દીકરી સમારા છે. રણબીરે 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાંવરિયા'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ પહેલાં તેણે 'આ અબ લોટ ચલે' તથા 'બ્લેક'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું