તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલદાર ખેલાડી:કોરોનાના દર્દીઓની મદદ કરવા એક્ટર આગળ આવ્યો, ગૌતમ ગંભીર ફાઉન્ડેશનમાં 1 કરોડ રૂપિયા ડોનેટ કર્યા

2 મહિનો પહેલા
અક્ષય કુમાર પણ આ મહિનાની શરુઆતમાં કોરોનાની ઝપેટમાં આવ્યો હતો
  • દેશમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ અક્ષય કુમારે દિલ ખોલીને મદદ કરી હતી
  • તેણે પીએમ કેર ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કર્યા હતા

કોરોના મહામારીની બીજી લહેરમાં પણ સુપરસ્ટાર અક્ષય કુમાર મદદ માટે આગળ આવ્યો છે તેણે ક્રિકેટરમાંથી પોલિટિશિયન બનેલા ગૌતમ ગંભીર ફાઉન્ડેશનમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા છે. જેથી જરૂરિયાતમંદ કોરોના દર્દીઓની મદદ કરી શકાય. શનિવારે આ જાણકારી ગૌતમે સોશિયલ મીડિયા પર શેર કરી.

ગૌતમે લખ્યું, આ નિરાશામાં દરેક મદદ એક આશાનું કિરણ બનીને આવે છે. જરૂરિયાતમંદ માટે ભોજન, દવાઓ અને ઓક્સિજન માટે ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને એક કરોડ રૂપિયા આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અક્ષય કુમાર. ભગવાન તમારું ભલું કરે.

મને ખુશી છે કે હું મદદ કરી શક્યો: અક્ષય કુમાર
ગૌતમની પોસ્ટને રિપ્લાય આપતા અક્ષયે લખ્યું, ગૌતમ ગંભીર સાચે આ કપરો સમય છે. મને ખુશી છે કે હું મદદ કરી શક્યો. આશા છે કે આપણે જલદી આ સંકટમાંથી બહાર આવી જઈશું. સુરક્ષિત રહો.

કોરોનાની પ્રથમ લહેરમાં પણ મદદ કરી હતી
દેશમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ અક્ષય કુમારે દિલ ખોલીને મદદ કરી હતી. તેણે પીએમ કેર ફંડમાં 25 કરોડ રૂપિયા દાન કર્યા હતા. એ પછી BMCને PPE કિટ્સ ખરીદવા 3 કરોડ રૂપિયા આપ્યા હતા. મુંબઈ પોલીસની મદદ કરવા 2 કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા. એટલું જ નહિ પણ શ્રમિકોથી લઈને ઇન્ડસ્ટ્રીના ફોટોગ્રાફર્સ સુધી આર્થિક મદદ પહોંચાડી હતી.

અક્ષય પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો
4 એપ્રિલે કોરોના પોઝિટિવ આવતા એક્ટર બીજે દિવસે હિરાનંદાની હોસ્પિટલમાં એડમિટ થયો હતો. 53 વર્ષીય સુપરસ્ટારે સો. મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ‘આજે વહેલી સવારે મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દરેક પ્રોટોકોલ્સનું પાલન કરી મેં પોતાને આઇસોલેટ કર્યો છે. હું હાલ હોમ ક્વોરન્ટીન છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું. એક્શનમાં જલ્દી પરત ફરીશ.’

કોરોનાને હરાવીને ઘરે આવ્યા પછી તેની પત્ની ટ્વિન્કલ ખન્નાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી. કેપ્શનમાં ટ્વિન્કલે લખ્યું હતું, ‘સહી સલામત. તેને મારી આજુબાજુ જોઇને ખુશ છું. ઓલ ઇઝ વેલ.’