ધર્મેન્દ્રની અપીલ:86 વર્ષીય એક્ટરે કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ લીધો, કહ્યું- બધાએ લેવો જોઈએ

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

86 વર્ષીય બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્રે કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ લગાવ્યો હતો. પ્રિકોશન ડોઝ લેતા સમયનો વીડિયો પણ ધર્મેન્દ્રે સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. વીડિયોમાં ધર્મેન્દ્રની સાથે લોકલ અથૉરિટી તથા ડૉક્ટર્સની ટીમ જોવા મળે છે. વીડિયો શૅર કરીને ધર્મેન્દ્રે કહ્યું હતું, 'મિત્રો વિનંતી છે, બૂસ્ટર ડોઝ જરૂરથી લો.'

ધર્મેન્દ્રે કહ્યું- બૂસ્ટર ડોઝ લઈ રહ્યો છું
વીડિયોમાં ધર્મેન્દ્રે કહ્યું હતું, 'બૂસ્ટર લઈ રહ્યો છું, બૂસ્ટર. તમામે લેવો જોઈએ. સહેજ પણ દુખાવો ના થયો.' ધર્મેન્દ્રે વેક્સિન લગાવનાર નર્સના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ ધર્મેન્દ્રે માસ્ક પણ પહેરવાની વિનંતી કરી હતી.

86 વર્ષની ઉંમરમાં પણ રેગ્યુલર એક્સર્સાઇઝ કરે છે
ધર્મેન્દ્ર સોશિયલ મીડિયામાં અવારનવાર એક્સર્સાઇઝના વીડિયો શૅર કરતા હોય છે. થોડા મહિના પહેલાં ધર્મેન્દ્રે વોટર એરોબિક્સ કરતા હોય તે વીડિયો પોસ્ટ કર્યો હતો.

છ મહિના પછી ફાર્મહાઉસ આવ્યા
ધર્મેન્દ્ર છ મહિના પછી ડિસેમ્બરમાં લોનાવલા ફાર્મહાઉસમાં આવ્યા છે. તેમણે વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે તેઓ ડુંગળીની ખેતી કરે છે અને પછી બટાકાની કરશે.

ફાર્મહાઉસમાં લોનાવલામાં 100 એકરમાં ફેલાયેલું છે
ધર્મેન્દ્રનું ફાર્મહાઉસ લોનવલામાં 100 એકરમાં ફેલાયું છે. પર્વત તથા ઝરણાની વચ્ચે આ ફાર્મહાઉસ આવેલું છે. ધર્મેન્દ્રે ફાર્મહાઉસમાં તળાવ પણ બનાવેલું છે. અહીંયા તેમનો તબેલો પણ છે અને ઓર્ગેનિક ખેતી પણ કરે છે.

જયા બચ્ચન-શબાના આઝમી સાથે જોવા મળશે
ધર્મેન્દ્ર 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જયા બચ્ચન તથા શબાના આઝમી સાથે જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ તથા રણવીર સિંહ છે. આ ઉપરાંત ધર્મેન્દ્ર 'અપને 2'માં દીકરાઓ બોબી દેઓલ, સની દેઓલ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તે પૌત્ર કરન દેઓલ સાથે પહેલી જ વાર કામ કરશે.