બોલિવૂડ એકટ્રેસ રવિના ટંડન આજકાલ કોઇને કોઇ વિવાદમાં રહે છે, થોડાં સમય પહેલાં રવિનાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેરકર્યો હતો. જેમાં તે મધ્ય પ્રદેશના સતપુડા ટાઇગર રિઝર્વમાં સફારીનો આનંદ લેતી જોવા મળી હતી. આ દરમિયાન તેની જીપ વાઘની નજીક પહોંચી ગઇ હતી. જેને કારણે વિવાદ થયો હતો.
જોકે હવે રવિનાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. રવિનાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તે જે વાહનમાં મુસાફરી કરી રહી હતી તે વન વિભાગની લાઇસન્સવાળી ગાડી હતી અને તેની સાથે ગાઇડ અને ડ્રાઇવર પણ હાજર હતા.
આ વન વિભાગની લાઇસન્સવાળી ગાડી છે
રવિનાએ તેમની પહેલી પોસ્ટમાં એક ન્યુઝ ચેનલની ક્લિપ શેર કરી હતી, આ સાથે જ કેપ્શનમાં લખ્યું હતું કે, 'ડેપ્યુટી રેન્જરની મોટરસાઇકલ પાસે વાઘ આવ્યો હતો. વાઘ ક્યારે અને કેવી પ્રતિક્રિયા આપશે તે કોઈ કહી શકતું નથી. આ વન વિભાગનું લાયસન્સ વાહન છે, તેના ગાઈડ અને ડ્રાઈવર છે. જેઓ એટલા પ્રશિક્ષિત છે કે તેઓ સીમા અને કાયદાની ખબર હોય છે.
વાઘ જ્યાં ફરે છે ત્યાંના રાજા હોય છે
તો રવિનાએ બીજી પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, વાઘ જ્યાં ફરે છે ત્યાંના રાજા હોય છે. આપણે તેને ચુપચાપ જોઇએ છે. આપણી કોઇ હરકતથી તે ડરી પણ શકે છે.
અમે પર્યટન માર્ગ પર હતા, તે જગ્યા પરથી વાઘ વારંવાર નીકળે છે
રવીનાએ ત્રીજી પોસ્ટમાં લખ્યું, 'આ અમારા માટે ભાગ્યશાળી છે કે અમે અચાનક કોઈ પગલાં લીધાં નથી, પરંતુ શાંતિથી બેઠાં હતાં અને અમે વાઘણને આગળ વધતા જોઈ હતી. અમે ટૂરિસ્ટ ટ્રેલ પર હતા જ્યાં વાઘ વારંવાર ક્રોસ કરે છે. આ વીડિયોમાં દેખાતી વાઘણ કેટીને પણ વાહનોની નજીક આવવાની અને ગડગડાટ કરવાની આદત હોય છે.
રવિનાને વાઘ બહુ જ પસંદ છે
રવિનાને મધ્યપ્રદેશનું ટાઈગર રિઝર્વ ખૂબ જ પસંદ છે.તે ઘણીવાર તેમની મુલાકાત લેવા આવે છે .એસટીઆર (સતપુરા ટાઇગર રિઝર્વ) માં ટાઇગર સફારી પછી તે બાંધવગઢ ટાઇગર રિઝર્વ પહોંચી અને ત્યાં ખૂબ મજા કરી હતી. આ દરમિયાન તેણે કેમેરા સાથે ટાઈગરની તસવીરો પણ લીધી હતી.
રવિના છેલ્લે KGF 2માં જોવા મળી હતી
રવિના ટંડને 1991માં આવેલી ફિલ્મ 'પત્થર કે ફૂલ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ 'લક્સ ન્યૂ ફેસ ઓફ ધ યર' મળ્યો હતો. રવીનાને તેની ફિલ્મ 'દમન' માટે 2001માં નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. રવિના છેલ્લે KGF 2 માં જોવા મળી હતી.
રવિનાના પિતા જાણીતા ફિલ્મમેકર હતા
રવિનાનો જન્મ 26 ઓક્ટોબર, 1972માં થયો હતો. રવીનાના પિતા રવિ ટંડન જાણીતા ફિલ્મમેકર હતા. રવિનાને ભાઈ રાજીવ ટંડન છે.
રવિનાએ 1991માં ફિલ્મ 'પથ્થર કે ફૂલ'થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બાદ રવીના 'દિલવાલે', 'મોહરા', 'ખિલાડીઓ કા ખિલાડી', 'જિદ્દી' જેવી ફિલ્મમાં જોવા મળી હતી. 1995માં રવિનાએ પૂજા તથા છાયા એમ બે દીકરીઓ દત્તક લીધી હતી.
રવિનાના સંબંધો અક્ષય કુમાર સાથે હતા અને બંને લગ્ન કરવાના હતા. જોકે, અક્ષય કુમારે રવિના સાથે દગો કર્યો હતો. 2003માં રવીનાએ પોતાની ફિલ્મ 'સ્ટપ્ડ'ના ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાનીને ડેટ કરવાની શરૂઆત કરી હતી. બંનેએ 2004માં ઉદયપુરમાં પંજાબી રીત રિવાજથી લગ્ન કર્યા હતા. રવિનાને દીકરી સાશા તથા દીકરો રણબીરવર્ધન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.