વિજય થલપતિ બૉડીગાર્ડ્સ વગર એકલો જ એરપોર્ટ પર જોવા મળ્યો:આસપાસના લોકો ઓળખી પણ શક્યા નહીં, યુઝર્સે કહ્યું- કમાલની સાદગી છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજય હાલમાં જ હૈદરાબાદ એરપોર્ટ પર જોવામળ્યો હતો. આ દરમિયાન તે સામાન્ય માણસની જેમ સિક્યોરિટી ચેકમાંથી પસાર થયો હતો. તેણે માસ્ક પહેર્યો હતો અને તેથી જ આસપાસના લોકો તેને ઓળખી શક્યા નહીં. સ્ટાર હોવા છતાં વિજયે કોઈ દેખાડો કર્યો નહોતો.

વિજય કોઈ પણ જાતની બૉડીગાર્ડ્સ વગર એકલો જ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સો.મીડિયામાં આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. સો.મીડિયા યુઝર્સે એક્ટરને ડાઉન ટુ અર્થ નેચર ને સાદગીના વખાણ કર્યા હતા. 11 જાન્યુઆરીએ રિલીઝ થયેલી વિજયની ફિલ્મ 'વરિસુ'એ વર્લ્ડવાઇડ 243 કરોડનો બિઝનેસ કર્યો છે.

સામાન્ય માણસની જેમ રહે છે
વિજય વૈભવી જીવન માટે નહીં, પરંતુ સામાન્ય ને સાદગીપૂર્ણ જીવન જીવવા માટે ચાહકોમાં લોકપ્રિય છે. વિજય પોતાની સિમ્પ્લિસિટી માટે સાઉથમાં લોકપ્રિય છે.

વિજયની ફિલ્મે બમ્પર કમાણી કરી
થલપતિ વિજયની ફિલ્મ 'વરિસુ' 11 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. આ ફિલ્મે અત્યાર સુધી 243.56 કરોડનો ગ્લોબલી બિઝનેસ કર્યો છે. રિલીઝના બીજા શનિવારે ફિલ્મે 7.63 કરોડની કમાણી કરી હતી. ઇન્ડિયન બોક્સ ઓફિસ પર ફિલ્મે 142 કરોડનું નેટ કલેક્શન કર્યું છે અને વિદેશમાં 76 કરોડનો બિઝનેસ કર્યો છે.

અજીતની ફિલ્મ સાથે ટક્કર
વિજય તથા અજીત કુમારની ફિલ્મ 'વરિસુ' તથા 'થુનિવુ' એક જ દિવસે રિલીઝ થઈ હતી. બંને ફિલ્મ માટે ચાહકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઓપનિંગ કલેક્શનમાં વિજયની ફિલ્મે અજીતની ફિલ્મને પાછળ મૂકી દીધી હતી. 'વરિસુ'એ પહેલા દિવસે 28.50 કરોડ તો 'થુનિવુ'એ 26 કરોડનું કલેક્શન કર્યું હતું. અજીતની ફિલ્મ 'થુનિવુ'એ 167.94 કરોડની કમાણી કરી છે.

ચાહકોએ એકબીજાના પોસ્ટર્સ ફાડ્યા હતા
બંને સ્ટાર્સની ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બંનેના ચાહકો એકબીજા સાથે ઝઘડવા લાગ્યા હતા. અજીત કુમારના ચાહકોએ વિજય થલપતિની ફિલ્મના પોસ્ટર ફાડ્યા હતા તો વિજયના ચાહકોએ અજીત કુમારની ફિલ્મના પોસ્ટર્સ ફાડી નાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...