'83' ટીઝર:રણવીર સિંહની ફિલ્મનું ટીઝર રિલીઝ, ઐતિહાસિક જીતની આછેરી ઝલક જોવા મળી

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફિલ્મનું ટ્રેલર 30 નવેમ્બરે રિલીઝ થશે

રણવીર સિંહની આગામી ફિલ્મ '83'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા મહિને 24 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મની વાર્તા 1983માં ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપ જીત્યો હતો તેના પર આધારિત છે. મહાન ક્રિકેટર તથા કેપ્ટન કપિલ દેવના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ 1983માં પહેલી જ વાર ભારતીય ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી.

રણવીર સિંહે ટીઝર શૅર કર્યું
રણવીર સિંહે સો.મીડિયામાં ફિલ્મનું ટીઝર શૅર કર્યું છે. આ ફિલ્મ હિંદી, તમિળ, કન્નડ, તેલુગુ તથા મલયાલમમાં રિલીઝ થશે. ફિલ્મમાં રણવીરે કપિલ દેવનો તથા દીપિકા પાદુઓણે રૂમી ભાટિયાનો રોલ પ્લે કર્યો છે.

30 નવેમ્બરે ટ્રેલર રિલીઝ થશે
59 સેકન્ડના આ ટીઝરમાં 1983માં જ્યારે ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી ત્યારે કેવો માહોલ હતો તેની આછેરી ઝલક બતાવી છે. ફિલ્મનું ટ્રેલર 30 નવેમ્બરે આવશે.

સ્ટાર કાસ્ટ

 • કપિલ દેવ - રણવીર સિંહ
 • રોમી દેવ - દીપિકા પાદુકોણ
 • બલવિંદર સિંહ - એમી વિર્ક
 • શ્રીકાંત - જીવા
 • સૈયદ કિરમાણી - સાહિલ ખટ્ટર
 • રોજર બિન્ની - નિશાંત દહિયા
 • સંદીપ પાટીલ - ચિરાગ પાટીલ
 • સુનિલ ગાવસ્કર - તાહિર રાજ ભસીન
 • મોહિંદર અમરનાથ - સાકીબ સલીમ
 • મદન લાલ - હાર્ડી સંધુ
 • સુનિલ વાલ્સન - આર બદરી
 • દિલિપ વેંગસરકર- આદિનાથ કોઠારે
 • યશપાલ શર્મા - જતીન સરના
 • રવિ શાસ્ત્રી - ધૈર્ય કારવા
 • ટીમનાં મેનેજર માન સિંહ - પંકજ ત્રિપાઠી
 • ફારુખ એન્જિનિયર (BBC કમેન્ટેન્ટર) - બમન ઈરાની