તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ન્યૂ ટીઝર:કિઆરા અડવાણીની ફિલ્મ 'ઈન્દુ કી જવાની'નું ટીઝર રિલીઝ

મુંબઈ4 દિવસ પહેલા

કિઆરા અડવાણીની ફિલ્મ 'ઈન્દુ કી જવાની'નું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કિઆરા અડવાણી ગાઝિયાબાદની યુવતીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં ડેટિંગ એપ્સના એડવન્ચરની વાત કરવામાં આવી છે. કિઆરાએ હાલમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. આ ટીઝરમાં કિઆરા બબલી અવતારમાં જોવા મળી હતી. કિઆરા છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર તથા દિલજીત દોસાંજ હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપર-હિટ રહી હતી.

વીડિયો શૅર કરીને આ વાત કહી
કિઆરાએ ટીઝર શૅર કરીને કહ્યું હતું, 'મૈં તો ટાઈમ સે આ જાઉંગી, ડેટ કે લિયે, આપ લેટ મત હોના. ઈન્દુને મળવા માટે હવે થોડી વધુ રાહ જુઓ.'

આ ફિલ્મનું ઓફિશિયલ ટીઝર 16 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને અબીર સેનગુપ્તાએ ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં આદિત્ય સીલ લીડ રોલમાં છે. ફિલ્મને ટી સીરિઝે પ્રોડ્યૂસ કરી છે.

આમ તો આ ફિલ્મ પાંચ જૂન, 2020માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે થિયેટર બંધ હોવાથી ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. આ ફિલ્મ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. કિઆરાએ ગયા વર્ષે લખનઉમાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.

ફિલ્મની સ્ટોરી ઈન્દૂના એડવેન્ચર પર આધારિત છે જે તે ડેટિંગ એપ પર અજાણતા જ લેફ્ટ અને રાઈટ સ્વાઇપ કરીને નોતરે છે. ફિલ્મમાં કિઆરા ગાઝિયાબાદની છોકરી ઈન્દુ ગુપ્તાના રોલમાં હશે. ફિલ્મમાં તેના ‘ડેટિંગ સિયાપા’ને બતાવવામાં આવશે. ફિલ્મમાં કિઆરા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની છોકરીના કેરેક્ટરમાં છે માટે તેની બોલી પણ અલગ પ્રકારની જોવા મળશે. કેરકેટરમાં ફિટ બેસે એવી બોલી શીખવા માટે કિઆરા ક્લાસ પણ કર્યાં હતાં.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો