તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરપ્રાઈઝ રિલીઝ:લીડ એક્ટર યશના 35મા જન્મદિવસના એક દિવસ પહેલાં 'KGF ચેપ્ટર 2'નું ટીઝર રિલીઝ

મુંબઈ2 મહિનો પહેલા

રોકીની દુનિયાની ઝલક ફરી એકવાર જોવા મળી છે. મેકર્સે એક દિવસ પહેલાં જ ફિલ્મનું ટીઝરનું રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સાત જાન્યુઆરી, ગુરુવારની રાત્રે રિલીઝ કરવામાં આવેલું 2 મિનિટના ટીઝરમાં રવિના ટંડન, યશ તથા સંજય દત્તની ઝલક જોવા મળી છે. યશ એક્શન કરતો જોવા મળ્યો હતો.

આ ટીઝર પહેલાં યશના 35મા જન્મદિવસ પર એટલે કે 8 જાન્યુઆરીએ રિલીઝ કરવાનું હતું પરંતુ ચાહકોની ડિમાન્ડને કારણે છેલ્લી ઘડીએ નિર્ણય બદલવામાં આવ્યો હતો.

બે વર્ષથી પ્રોડક્શનનું કામ ચાલે છે
ફિલ્મનું ડિરેક્શન પ્રશાંત નીલે કર્યું છે. પ્રોડક્શન વિજય કિરાગંદૂરે કર્યું છે. ફિલ્મમાં સંજય દત્ત અધીરાનો રોલ ભજવે છે. આ ઉપરાંત ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ, માલવિકા અવિનાશ પણ છે. ફિલ્મનું પ્રોડક્શન છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે. આ ફિલ્મ પહેલાં ઓક્ટોબર, 2020માં રિલીઝ કરવાની હતી પરંતુ કોરોનાને કારણે કામ બંધ કરી દેવામાં આવ્યું હતું.

ચેપ્ટર વને અનેક રેકોર્ડ બનાવ્યા
'KGF'નો પહેલો પાર્ટ 2018માં રિલીઝ થયો હતો. કન્નડ, તમિળ, તેલુગુ તથા હિંદીમાં આવેલી આ ફિલ્મે અનેક રેકોર્ડ બનાવ્યા હતા. આ પહેલી કન્નડ મૂવી હતી, જેણે 250 કરોડથી વધુની કમાણી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો