તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીઝર આઉટ:હરભજન સિંહની ફિલ્મ 'ફ્રેન્ડશિપ'નું ટીઝર રિલીઝ, ડેબ્યૂ તમિળ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે

મુંબઈ7 મહિનો પહેલા

ક્રિકેટ બાદ હવે હરભજન સિંહ ફિલ્મી દુનિયામાં જોવા મળશે. સોમવાર, પહેલી માર્ચના રોજ હરભજનની પહેલી તમિળ ફિલ્મ 'ફ્રેન્ડશિપ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. હરભજને સો.મીડિયામાં આ ફિલ્મનું ટીઝર ત્રણ ભાષા તમિળ, તેલુગુ તથા હિંદીમાં શૅર કર્યું હતું. રોમેન્ટિક-સ્પોર્ટ્સ ફિલ્મથી ભજ્જી તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

હરભજને ફિલ્મનું ટીઝર શૅર કરીને કહ્યું હતું, 'શાર્પ, ક્રિસ્પ, ઈન્ટે્સ, આ રહ્યું મારી ફિલ્મ 'ફ્રેન્ડશિપ'નું ટીઝર. એન્જોય કરો.' ભજ્જીની આ ફિલ્મ ત્રણ ભાષામાં તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ જ હરભજનના ક્રિકેટર્સ, ચાહકો, પરિવાર તથા બોલિવૂડ સેલેબ્સ સો.મીડિયામાં શુભેચ્છા પાઠવી રહ્યાં છે અને તેની એક્ટિંગના વખાણ કરે છે. સુરેશ રૈના તથા વીવીએસ લક્ષ્મણે પણ ફિલ્મનું ટીઝર શૅર કરીને હરભજનને શુભેચ્છા પાઠવી હતી.

'મુઝસે શાદી કરોગી'માં પહેલી વાર જોવા મળ્યો હતો
'ફ્રેન્ડશિપ'માં હરભજન કોલેજ સ્ટૂડન્ટના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ એક્શન, રોમાન્સ, કોલેજ લાઈફ તથા ક્રિકેટ પર આધારિત છે. આ પહેલાં હરભજને કેટલીક ફિલ્મમાં કામ કર્યું હતું. 2004માં રિલીઝ થયેલી 'મુઝસે શાદી કરોગી'માં હરભજન પહેલી જ વાર જોવા મળ્યો હતો. પછી તે 2013માં પંજાબી ફિલ્મ 'ભજ્જી ઈન પ્રોબ્લમ'માં જોવા મળ્યો હતો. 2015માં હરભજન ફિલ્મ 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'માં જોવા મળ્યો હતો.

ફિલ્મમાં અર્જુન-સતીષ પણ જોવા મળશે
હરભજનની 'ફ્રેન્ડશિપ'નું ડિરેક્શન જૉન પૉલ રાજ તથા શામ સૂર્યાએ કર્યું છે. ફિલ્મમાં ભજ્જી ઉપરાંત અર્જુન, તમિળ 'બિગ બોસ 3' ફૅમ લોસલિયા મારિયાનેસન તથા સતીષ પણ છે. આ ફિલ્મ ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ લૉકડાઉનને કારણે રિલીઝ થઈ નહોતી.