'સેલ્ફી' ટીઝર આઉટ:અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મનું ટીઝર આઉટ, ધમાકેદાર ડાન્સ કરતાં જોવા મળ્યા

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તથા ઈમરાન હાશ્મી ફિલ્મ 'સેલ્ફી'માં પહેલી જ વાર સાથે જોવા મળશે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ 'ડ્રાઇવિંગ લાઇસન્સ'ની હિંદી રીમેક છે.

અક્ષય કુમારે સો.મીડિયામાં ટીઝર શૅર કર્યું
અક્ષય કુમારે સો.મીડિયામાં ફિલ્મનું ટીઝર શૅર કર્યું હતું. ટીઝર શૅર કરીને અક્ષયે કહ્યું હતું, 'સેલ્ફી' મનોરંજન, હાસ્ય તથા ભાવનાઓની સફર પર લઈ જશે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.'

આ ફિલ્મને રાજ મહેતા ડિરેક્ટ કરશે
આ ફિલ્મને કરન જોહરની ધર્મા પ્રોડક્શન, કેપ ઓફ ગુડ ફિલ્મ્સ, સાઉથના સુપરસ્ટાર તથા પ્રોડ્યૂસર પૃથ્વીરાજ સુકુમારન તથા મેજિક ફ્રેમ્સ પ્રોડ્યૂસ કરશે. આ ફિલ્મને રાજ મહેતા ફિલ્મને ડિરેક્ટ કરશે.

મલયાલમની હિંદી રીમેક
મલયાલમ સુપરસ્ટાર પૃથ્વીરાજની 'ડ્રાઇવિંગ લાઇસન્સ' 2019માં રિલીઝ થઈ હતી. 3 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 30 કરોડની કમાણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...