ગ્લેમરસ અંદાજમાં જોવા મળી તારા:કપૂર ખાનદાનની પુત્રવધુ થતા પહેલા તારા સુતરિયાનું આદર જૈન સાથે બ્રેકઅપ, 4 વર્ષ પહેલાં મુલાકાત થઇ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ક્યારે સંબંધ બંધાઈ જાય છે અને ક્યારે તૂટી જાય છે તે ખબર જ નથી પડતી. વધુ એક બી-ટાઉન કપલનું બ્રેકઅપ થઇ ગયું છે. તારા સુતરિયા ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી છે. તારા સુતરિયાયા અને આદર જૈનનું બ્રેકઅપ થઇ ગયું છે. હાલ તો આ બ્રેકઅપની ચર્ચા વચ્ચે તારા અપૂર્વની રેપ-અપ પાર્ટીમાં ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં તારા સફેદ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ લુકમાં તારા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન તારાએ પાપારાઝીને હસતા પોઝ પણ આપ્યા હતા.

સહમતીથી અલગ થયા તારા અને આદર જૈન
E-Times ના એક રિપોર્ટ અનુસાર, તારા સુતરિયા અને આધાર જૈનનું બ્રેકઅપ થઈ ગયું છે. બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બ્રેકઅપ પછી પણ આ કપલ સારા મિત્રોની જેમ જ રહેશે. જો કે, હજુ સુધી તારા અને આદરમાંથી કોઈએ પણ આ બાબતે ઓફિશિયલ નિવેદન આપ્યું નથી.

બ્રેકઅપનું કારણ જાણવા મળ્યું નથી
બંનેએ ક્યાં કારણે બ્રેકઅપ કર્યું તે જાણી શકાયું નથી. પરંતુ તેમના અલગ થવાના સમાચાર ફેન્સ માટે ચોંકાવનારા છે. ફેન્સ તો અનુમાન લગાવી રહ્યા હતા કે તેમનો સંબંધ લગ્ન સુધી જશે. પરંતુ તે પહેલાં જ કપલ અલગ થઈ ગયું હતું. તારા સુતરિયાને કપૂર પરિવારની વહુ બનતા જોઈને ચાહકો ઉત્સાહિત હતા. તારા કપૂર પરિવારના ફેમિલી ગેટ ટુગરમાં ભાગ લેતી જોવા મળી હતી. પરંતુ તેની ઈચ્છા હવે સપનામાં ફેરવાઈ ગઈ છે.

કોણ છે આદર જૈન
આદર જૈન બોલિવૂડના હેન્ડસમ હંક રણબીર કપૂરનો પિતરાઈ ભાઈ છે. કપૂર પરિવારમાં આદર લાડકો છે. આદરે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેની ફિલ્મી કરિયર વધારે સારી રહી નથી.

તારા સુતરિયાનું વર્કફ્રન્ટ
તારા સુતરિયાએ હાલમાં જ તેની આગામી ફિલ્મ 'અપૂર્વ'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ પ્રસંગે ફિલ્મની રેપ અપ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારા પણ પહોંચી હતી. તારા સુતરિયા અગાઉ પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. જેમાં 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2', 'મરજાવાં', 'તડપ', 'હીરોપંતી 2' અને 'એક વિલન રિટર્ન્સ' જેવી ફિલ્મો સામેલ છે.

2018માં થઇ હતી બંનેની મુલાકાત
આદર અને તારાની મુલાકાત 2018માં એક દિવાળી પાર્ટી દરમિયાન થઇ હતી. બંનેની મુલાકાત એક કોમન મિત્ર દ્વારા થઇ હતી. આ બાદ બંનેને ઘણીવાર સપોર્ટ કરવામાં આવતા હતા. લગભગ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અલગ થવાનો નિર્ણય કર્યો હતો.