ફિલ્મોમાં કાસ્ટિંગના નામે કજોડાં:22 વર્ષ મોટા શાહરુખ ખાન સાથે ફિલ્મ 'ડંકી'માં રોમાન્સ કરશે તાપસી, તો આ ફિલ્મોનું કાસ્ટિંગ હતું કંઈક હટકે

7 મહિનો પહેલા

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન 4 વર્ષ બાદ રાજકુમાર હીરાણીની ફિલ્મ 'ડંકી'થી કમ બેક કરે છે. ડિસેમ્બર 2023માં રિલીઝ થનારી આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુ પહેલી વાર સ્ક્રીન શેર કરશે. બંનેની ઉંમર વચ્ચે 22 વર્ષનું અંતર છે. 'ડંકી' પહેલા ઘણી એવી ફિલ્મોમાં અજીબો-ગરીબ કાસ્ટિંગને લઈને ચર્ચામાં રહી ચુકી છે. આવો જાણીએ તે ફિલ્મ અને કાસ્ટિંગ કેવું છે.

મધર ઇન્ડિયા
1957માં રિલીઝ થયેલી ફિલ્મ 'મધર ઇન્ડિયા' માં સુનિલ દત્ત અને રાજેન્દ્રકુમાર નરગિસનાં પુત્રનો રોલ નિભાવતા હતા. સુનિલ અને નરગિસ સરખી ઉંમરના હતા. પરંતુ રાજેન્દ્ર એક્ટ્રેસથી મોટા હોવા છતાં તેણે દીકરાનો રોલ નિભાવ્યો હતો. માતા-પુત્રના રોલમાં જોવા મળેલા સુનિલ-નરગીસ અસલ જિંદગીમાં પતિ-પત્ની હતા.

નિ:શબ્દ
2007ની ફિલ્મ 'નિ:શબ્દ'માં અમિતાભ બચ્ચનની જોડી જીયા ખાસ સાથે જોવા મળી હતી. તે સમયે અમિતાભની ઉંમર 65 વર્ષની હતી જયારે જીયાની ઉંમર 19 વર્ષની હતી.

એક મૈં ઔર એક તૂ
કરીના કપૂર 2012માં 'એક મૈં ઔર એક તૂ' માં ઇમરાન ખાન સાથે જોવા મળી હતી. તે સમયે કરીનાની ઉંમર 31 વર્ષની હતી. તો ઇમરાન ખાનની ઉંમર 29 વર્ષની હતી. કરીનાનીઉંમર ઈમરાનથી વધારે હતી. ત્યારે બંનેનો રોમાન્સ દર્શકોને ગમ્યો ના હતો.

ચીની કમ
2007માં આવેલી 'ચીની કમ' ફિલ્મમાં અમિતાભ બચ્ચન 29 વર્ષ નાની તબ્બુ સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અમિતાભ-તબ્બુની જોડીમાં કંઈક અલગ ઉંમરનો તફાવત જોવા મળ્યો હતો.

પાર્ટનર
ગોવિંદા અને કેટરીનાની 'પાર્ટનર' ફિલ્મમાં જોડી જામી હતી. આ જોડી ઇન્ડસ્ટ્રીઝની સૌથી મિસ મેચ જોડી પૈકી એક હતી. સૌથી ખાસ વાત તો એ હતી કે, આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં હતો જે ગોવિંદાને કેટરીનાને મળાવવાનું કામ કરતો હતો.

દિલ બોલે હડિપ્પા
2009માં આવેલી ફિલ્મ 'દિલ બોલે હડિપ્પા' માં શાહિદ કપૂર અને રાની મુખર્જી સાથે જોવા મળ્યા હતા. શાહિદ કપૂર રિયલ લાઈફમાં રાની મુખર્જીથી 2 વર્ષ નાનો છે. પરંતુ બંનેના દેખાવને કારણે ઉંમરનો વધુ તફાવત જોવા મળ્યો હતો.

દયાવાન
1988માં આવેલી ફિલ્મ 'દયાવાન'માં માધુરી દીક્ષિતની વિનોદ ખન્ના સાથે જોડી જામી હતી. ફિલ્મના 'આજ ફિર તુમ પે' ગીતમાં વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિતનો રોમાન્સ બધામાં ચર્ચાનો વિષય બન્યો હતો. માધુરી દીક્ષિત અને વિનોદ ખન્નાની ઉંમરમાં 21 વર્ષનો તફાવત છે.