એક્સિડન્ટ:તનુશ્રી દત્તાનો ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જતાં સમયે અકસ્માત થયો, કારની બ્રેક ફેલ થતાં દુર્ઘટના સર્જાઈ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તનુશ્રીએ સો.મીડિયામાં અકસ્માત અંગેની માહિતી આપી

બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા રોડ અકસ્માતમાં ઘાયલ થઈ છે. એક્ટ્રેસ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. આ સમયે તનુશ્રીની કારની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને અકસ્માત થયો હતો. તનુશ્રીએ સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી.

'મારો પહેલો રોડ અકસ્માત'
તનુશ્રીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'આજે મારા જીવનનો પહેલો રોડ અકસ્માત થયો. આ અકસ્માતે મારા વિશ્વાસને વધુ મજબૂત બનાવી દીધો છે.' અન્ય એક પોસ્ટમાં તનુશ્રીએ કહ્યું હતું, 'આજે મારો દિવસ એડવેન્ચરથી ભરપૂર રહ્યો. ફાઇનલી મેં મહાકાલના દર્શન કર્યા. મંદિર જતાં સમયે બ્રેક ફેલ થવાને કારણે મારી કાર ક્રેશ થઈ ગઈ. અકસ્માતમાં મને ઈજા થઈ અને થોડાંક ટાંક આવ્યા. જય શ્રી મહાકાલ.'

તનુશ્રીની કરિયર
તનુશ્રી 2003માં મિસ ઇન્ડિયા બની હતી અને મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. 2005માં 'આશિક બનાયા આપને'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તનુશ્રી છેલ્લે 2010માં આવેલી ફિલ્મ 'અપાર્ટમેન્ટ'માં જોવા મળી હતી. 2008માં તનુશ્રીએ નાના પાટેકર પર સેક્સ્યુઅલી હેરેમેન્ટનો આરોપ મૂક્યો હતો.