સિક્રેટ વેડિંગને લઈને તનીષાએ ચુપ્પી તોડી:લગ્ન કર્યા વિના વીંછિયા પહેરવા પર તનીષા મુખર્જીએ કહ્યું- મને તે ગમે છે એટલા માટે પહેરું છું, હું હજી પણ સિંગલ છું

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તનીષાએ જણાવ્યું કે, તેના લગ્ન નથી થયા અને તેને હજી સુધી કોઈ મિસ્ટર રાઈટ નથી મળ્યું

ગોવામાં નવું વર્ષ સેલિબ્રેશન કરીને પરત ફરેલી તનીષા મુખર્જીએ કેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. જેમાંથી એક પગમાં વીંછિયા (ટો રિંગ) જોવા મળી હતી. તેના પછી એવી અટકળો હતી કે તેને સિક્રેટ લગ્ન કરી લીધા છે. હવે એક્ટ્રેસે આ મુદ્દે પોતાની ચુપ્પી તોડી છે. તેણે જણાવ્યું કે, તેના લગ્ન નથી થયા અને તેને હજી સુધી કોઈ મિસ્ટર રાઈટ નથી મળ્યું. વીંછિયા પહેરવાનું મને પસંદ છે તેથી હું પહેરું છું.

હું મારી ફેશન સેન્સ વિશે બધાને કેમ જણાઉં
એક ઈન્ટરવ્યુમાં તનીષાએ પગમાં ટો રિંગ પહેરવાનું કારણ જણાવ્યું છે- "મને પગની આંગળીમાં વીંછિયા પહેરવાનું પસંદ છે અને મને લાગ્યું કે તે સારી લાગી રહી છે. તેથી મેં એક ફોટો ક્લિક કર્યો અને તેને પોસ્ટ કર્યો. તે સિવાય બીજું કંઈ નથી. શું મારે લોકો સમક્ષ મારી ફેશન સેન્સને યોગ્ય બતાવવાની જરૂર છે?"

હું સિંગલ ખુશ છું
લગ્ન વિશે તનીષાએ કહ્યું કે, દરેક વ્યક્તિ મારા લગ્ન વિશે વિચારે છે. મારા ડ્રીમ વેડિંગ ત્યાં સુધી નહીં થાય, જ્યાં સુધી મને લગ્ન કરવા માટે ડ્રીમ મેન નહીં મળે. હું અત્યારે કોઈનું દિલ તોડવા નથી માગતી. જ્યારે પણ હું લગ્ન કરીશ તો આખી દુનિયાને જણાવીશ. આ લગ્ન ધામધૂમથી થશે. આખી દુનિયા જાણે છે કે હું સિંગલ છું. તેને અસ્પષ્ટ રાખવાની જરૂર નથી અને હું સિંગલ રહીને ખુશ છું.

2003માં 'Sssshh..'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
તનીષાએ 2003માં 'Sssshh..'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'નીલ એન્ડ નિક્કી', 'સરકાર', 'ટેંગો ચાર્લી' તથા 'વન ટૂ થ્રી' જેવી ફિલ્મમાં જોવા મળી હતી. 2013માં તનીષાએ 'બિગ બોસ'ની સાતમી સિઝનમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તે 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી હતી. તનીષાનું નામ અરમાન કોહલી, ઉદય ચોપરા, ઉપેન પટેલ સાથે જોડાઈ ચૂક્યું છે.