તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘થલાઈવી’ અપડેટ:કંગના રનૌતની ‘થલાઈવી’ના તમિલ વર્ઝનને 'U' સર્ટિફિકેટ મળ્યું, મેકર્સ હિન્દી અને તેલુગુ વર્ઝન માટે ટૂંક સમયમાં અરજી કરશે

3 મહિનો પહેલા
  • ફિલ્મમાં જયલલિતાનો ફિલ્મથી લઈને રાજનીતિ સુધીની સફર બતાવવામાં આવી છે
  • આ વર્ષે ઓગસ્ટમાં ‘થલાઈવી’ રિલીઝ થઈ શકે છે

એક્ટ્રેસ કંગના રનૌતની અપકમિંગ ‘થલાઈવી’ના તમિલ વર્ઝનને કટ કર્યા વગર 'U' સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. મેકર્સ હવે ટૂંક સમયમાં જ હિન્દી અને તેલુગુ વર્ઝનના સર્ટિફિકેટ માટે અરજી કરશે. કંગના આ ફિલ્મમાં અભિનેત્રી અને તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં જયલલિતાનો ફિલ્મથી લઈને રાજનીતિ સુધીની સફર બતાવવામાં આવી છે. જયલલિતા જેવું દેખાવા માટે કંગનાએ વજન પણ વધાર્યું હતું. ફિલ્મનાં ડિરેક્ટર એ. એલ. વિજય છે, જેઓ અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોના ભાગ રહી ચૂક્યા છે.

ઓગસ્ટમાં રિલીઝ થઈ શકે છે ‘થલાઈવી’
‘થલાઈવી’ 23 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી હતી. રિલીઝમાં વિલંબની જાહેરાત કરતા ‘થલાઈવી’ના મેકર્સે એક સ્ટેટમેન્ટ શેર કરતા કહ્યું હતું કે, ફિલ્મ ઘણી ભાષાઓમાં બનાવવામાં આવી છે. તેથી અમે ઈચ્છીએ છે કે આ ફિલ્મ એક જ દિવસમાં તમામ ભાષાઓમાં રિલીઝ થાય. પરંતુ કોરોનાના વધતા કેસોની વચ્ચે સાવચેતી અને લોકડાઉન હોવા છતાં, ભલે અમારી ફિલ્મ 23 એપ્રિલે રિલીઝ માટે તૈયાર હતી, પરંતુ અમે સરકારના નિયમ અને શરતોને સમર્થન આપવા આપવા માગીએ છીએ. તેથી અમે ‘થલાઈવી’ને પોસ્ટપોન કરવાનો નિર્ણય કર્યો છે. પ્રોડક્શન સાથે સંબંધિત એક સૂત્રએ કહ્યું હતું કે, અમારી યોજના આ વર્ષે ઓગસ્ટમાં અને માત્ર થિયેટરોમાં જ ફિલ્મ રિલીઝ કરવાની છે.

'ધાકડ' અને તેજસમાં પણ જોવા મળશે કંગના
ફિલ્મ 'થલાઈવી' સિવાય કંગના ફિલ્મ 'ધાકડ'માં પણ જોવા મળશે. રજનીશ ઘાઇ દ્વારા દિગ્દર્શિત, આ એક્શન એન્ટરટેઈનર ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં હશે. મેકર્સ હવે ફિલ્મને 1 ઓક્ટોબર 2021ના રોજ રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તે સિવાય કંગનાની પાસે 'તેજસ' પણ છે, જેમાં તે એક એર ફોર્સ ઓફિસરના રોલમાં જોવા મળશે.