તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ્સને કોરોના:તમિળ સુપરસ્ટાર સૂર્યા શિવકુમારનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ, કહ્યું- હજી પણ કંઈ જ સામાન્ય થયું નથી

ચેન્નઈએક મહિનો પહેલા

તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સૂર્યા શિવકુમારનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની માહિતી 'સૂર્યા સિંઘમ' સ્ટાર સૂર્યાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આપી હતી. સૂર્યાએ કહ્યું હતું કે કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેની સારવાર ચાલી રહી છે.

'હવે સારું ફીલ કરી રહ્યો છું'
સૂર્યાએ સો.મીડિયામાં શૅર કરેલી પોસ્ટમાં કહ્યું હતું, 'હું કોરોનાગ્રસ્ત થઈ ગયો છું અને મારી સારવાર ચાલે છે. જોકે, હવે મને સારું છું. આપણે બધા એમ માનીએ છીએ કે જીવન હજી સુધી સાવ સામાન્ય થયું નથી. ડરને કારણે આપણે ઘરે બેસી શકીએ તેમ નથી. આપણે સુરક્ષા તથા સાવચેતી રાખવાની જરૂર છે. મારી સાથે રહેલા તમામ ડૉક્ટર્સ તથા મેડિકલ સ્ટાફને મારો પ્રેમ તથા ધન્યવાદ.'

સૂર્યા ફિલ્મ 'નવરસ'માં જોવા મળશે
ફિલ્મમેકર રાજશેખર પાંડિયને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'પ્રિય ભાઈઓ તથા બહેનો. અન્ના ઠીક છે અને ચિંતાની કોઈ જ વાત નથી.' સૂર્યાના ચાહકો પોતાના ફેવરિટ એક્ટર માટે પ્રાર્થના કરી રહ્યાં છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સૂર્યાએ હાલમાં જ મણિરત્નમની ફિલ્મ 'નવરસ'નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મને ગૌતમ મેનને ડિરેક્ટ કરી છે. આ પહેલાં સૂર્યા 'સોરારઈ પોટરૂ'માં જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો