તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોખવટ:તમિળનાડુએ 'ધ ફેમિલી મેન 2' પર બૅન મૂકવાની માગણી કરી હતી, મેકર્સે હવે સ્પષ્ટતા કરી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મનોજ વાજપેઈની 'ધ ફેમિલી મેન 2'નું ટ્રેલર રિલીઝ થતાં જ વિવાદમાં આવ્યું છે. હવે મેકર્સે રાજ તથા ડીકેએ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. આ સિરીઝથી સામંથા ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. આ સિરીઝ અંગે તમિળનાડુએ વિરોધ કર્યો હતો.

મેકર્સે કહ્યું- તમિળ લોકો પ્રત્યે પ્રેમ છે
મેકર્સે પોતાના સ્ટેટમેન્ટ કહ્યું હતું, 'ટ્રેલરના કેટલાંક શોટ્સને આધારે ધારણા તથા ઈમેજ બનાવી દેવામાં આવી છે. અમારી લીડ ટીમના અનેક સભ્યો તથા ક્રિએટિવ તથા રાઈટિંગ ટીમના મહત્ત્વના સભ્યો તમિલિયન છે. અમે તમિળ લોકોની ભાવના, કલ્ચરને સારી રીતે ઓળખીએ છીએ અને તેમના માટે ઘણું જ સન્માન તથા પ્રેમ છે.

શોમાં અનેક વર્ષની મહેનત છે
વધુમાં મેકર્સે કહ્યું હતું, 'આ શોમાં અમારી અનેક વર્ષની મહેનત લાગેલી છે. દર્શકોને સિઝન 1ની જેમ જ સેન્સિટિવ, બેલેન્સડ તથા રસપ્રદ વાર્તા જોવા મળે તે માટે ઘણું જ કષ્ટ સહન કર્યું છે. અમે તમામને વિનંતી કરીએ છીએ કે થોડી રાહ તો જુઓ અને રિલીઝ થાય એટલે શો જુઓ. અમને ખ્યાલ છે કે શો રિલીઝ બાદ તમે આના વખાણ કરશો.'

ઉલ્લેખનીય છે કે સૌ પહેલા વાઈકોએ માહિતી તથા પ્રસારણ મંત્રાલય પ્રકાશ જાવડેકરે પત્ર લખીને વેબ સિરીઝ પર બૅન મૂકવાની માગણી કરી હતી. ત્યારબાદ તમિળનાડુ રાજ્ય સરકારે એક પત્ર લખ્યો હતો. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ આ પત્ર પોતાના સો.મીડિયામાં શૅર કર્યો હતો. આ સિરીઝ 4 જૂને સ્ટ્રીમ થવાની છે.

વાંચો, આ પત્રમાં શું લખ્યું હતું
આ પત્ર તમિળનાડુના IT મિનિસ્ટરે લખ્યો હતો, 'હું તમારું ધ્યાન 'ફેમિલી મેન 2'ની નિંદનીય તથા દુર્ભાવનાપૂર્ણ સામગ્રી પર દોરવા માગું છું. સિરીઝમાં તમિળ ઈલમને વધુ પડતું આપત્તિજનક રીતે બતાવવામાં આવ્યું છે. સિરીઝનું ટ્રેલર સો.મીડિયામાં રિલીઝ થયું છે. તેનો ઉદ્દેશ શ્રીલંકમાં તમિળ ઈલમના ઐતિહાસિક સંઘર્ષને બદનામ તથા વિકૃત કરવાનો છે.

લોકતંત્ર માટે લાંબા સમયથી ચાલી આવતી તેમની લડાઈ તથા તેમના ત્યાગને જાણી જોઈને નબળો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક સિરીઝણાં મહાન તમિળ સંસ્કૃતિનું અપમાન કરવામાં આવ્યું છે. તેને રિલીઝ કરવાનો તો સવાલ જ નથી. તમિળ એક્ટ્રેસ સામંથાને આતંકવાદી બનાવીને આખી દુનિયાના તમિળ લોકોના ગૌરવ પર સીધો હુમલો કરવામાં આવ્યો છે. આ રીતનો દુર્વ્યવહાર સહન કરવામાં આવશે નહીં.

જ્યારે આપણાં તમિળ ઈલમ ભાઈ દર્શકો પાસેથી સમાનતા, ન્યાય, શાંતિ તથા આત્મસન્માન માટે સંઘર્ષ કરી રહ્યાં છે, ત્યારે એમેઝોન પ્રાઈમનું આ પ્રકારનું કેમ્પેન અસહનીય છે. અમે એ કહેવા માગીએ છીએ કે આનાથી માત્ર અમારી ભાવનાને ઠેસ જ નથી પહોંચી, પરંતુ રાજ્યમાં શાંતિ-સદભાવના જાળવી રાખવા મુશ્કેલ બનશે.

આથી જ મારો અનુરોધ છે કે તમે તરત જ કાર્યવાહી કરો અથવા તો રિલીઝ પર બૅન મૂકો. માત્ર તમિળનાડુમાં જ નહીં, પરંતુ આખા દેશમાં'

સામંથાએ વિવાદ પર આ વાત કહી હતી
આ પહેલાં સામંથાએ વિવાદ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'ધ ફેમિલી મેન 2'ના યુનિટમાં મોટી સંખ્યામાં તમિળ લોકો છે. હું હાફ તમિળ છું. સિરીઝમાં કેટલાંક કલાકારો તથા કેટલાંક ટેક્નિશિયન પણ તમિળ જ છે. આ ઉપરાંત એક જવાબદાર નાગરિક હોવાને કારણે અમને તમિળની સંસ્કૃતિ તથા રાજકારણની પૂરી સમજણ છે અને અમે તેના પ્રત્યે સંવેદનશીલ છીએ તો અમે તમિળ લોકોની ઈમેજ કેમ ખરાબ બતાવીશું.'