તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મનોજ વાજપેયીની 'ધ ફેમિલી મેન 2' પર તમિળ સાંસદ ભડક્યા, સરકારને વેબ સિરીઝ પર બૅન મૂકવાની માગણી કરી

મુંબઈ2 મહિનો પહેલા

મનોજ વાજપેયી તથા સામંથા સ્ટારર વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'નું ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી વિવાદ થઈ રહ્યો છે. ટ્રેલર જોઈને લાગે છે કે સિરીઝની વાર્તા શ્રીલંકાના તમિલ ઉગ્રવાદી સમૂહ (LTTE) પર આધારિત છે. આ કારણે તમિળ સમુદાયે વિરોધ કર્યો છે. તમિળોએ આક્ષેપ કર્યો છે કે સિરીઝમાં તમિળ સમુદાયને આતંકવાદી સંગઠન તરીકે બતાવવામાં આવ્યું છે. હવે MDMKના રાજ્યસભાના સાંસદ વાઈકોએ વિરોધ પ્રગટ કરીને સિરીઝ પર બૅન મૂકવાની માગણી કરી છે.

તમિળોનું અપમાન ગણાવ્યું
વાઈકોએ માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખીને આ સિરીઝ પર બૅન મૂકવાની માગણી કરી છે. વાઈકોએ કહ્યું હતું કે સિરીઝના ટ્રેલરમાં તમિળોનું અપમાન કરવામાં આવ્યું છે. આ સિરીઝ ચાર જૂનના રોજ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે.

વાઈકોએ પોતાના પત્રમાં લખ્યું હતું, સિરીઝમાં તમિળોને આતંકવાદી તથા ISI એજન્ટ તરીકે બતાવવામાં આવ્યા છે. આ લોકોનું પાકિસ્તાન સાથે કનેક્શન છે, તેમ બતાવ્યું છે. આ ઉપરાંત તમિળ એલમ વોરિયર્સના બલિદાનને આતંકવાદી ગતિવિધ સાથે જોડીને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે. તમિળ એક્ટ્રેસ સામંથાને પાકિસ્તાન કનેક્શનવાળી આતંકવાદી બતાવવામાં આવી છે. આનાથી તમિળોની સંસ્કૃતિ તથા ભાવનાને ઠેસ પહોંચી છે. આથી તમિળ લોકોએ આ સિરીઝનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે.

નહીંતર સરકાર તૈયાર રહે
વાઈકોએ આગળ કહ્યું હતું કે એક એપીલ છે કે આ સિરીઝ વિરુદ્ધ માહિતી તથા પ્રસારણ મંત્રાલય જલ્દીથી કોઈ એક્શન લે નહીંતર તમિળનાડુના લોકો આની વિરુદ્ધ ગંભીર રીતે વિરોધ કરશે અને સરકાર આનો સામનો કરવા તૈયાર રહે.

OTT સેન્સરશિપની ભલામણ
ટ્રેડ એનાલિસ્ટ સુમત કદેલે સો.મીડિયામાં આ પત્ર શૅર કરીને કહ્યું હતું, સસ્તા પ્રચાર માટે લોકોની ધાર્મિક તથા અન્ય ભાવનાને ઠેસ પહોંચાડવાની ફેશન થઈ ગઈ છે. હંમેશાં આ જાણી જોઈને કરવામાં આવે છે. આપણી સરકાર અનેક વિરોધ છતાં પણ આને અટકાવવામાં પૂરી રીતે નિષ્ફળ રહી છે. આ સમસ્યાનું સમાધાન ડિજિટલ પ્લેટફોર્મ પર સેન્સર બોર્ડથી આવશે. સિનેમામાં સ્વતંત્રતાના નામ પર કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાનો અધિકારી નથી. આવી સ્વતંત્રતાના પ્રયોગો હંમેશાં એક ખાસ સમુદાયને બદનામ કરવા માટે કેમ કરવામાં આવે છે. આ બધું જ મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે અને આપણે આ યુદ્ધમાં હારી રહ્યાં છીએ.

વિવાદ પર ડિરેક્ટરની ચોખવટ
સિરીઝના ડિરેક્ટર રાજે કહ્યું હતું, તેમને ખ્યાલ નથી કે અન્ય ફિલ્મ કે સિરીઝમાં દેશભરની આટલી વિવિધ ટેલેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણાં દેશની આ જ મહાનતા છે. આવી વિવિધ ભાષાઓ સાથે પ્રતિભા અને સંસ્કૃતિમાં દેશની સમૃદ્ધિ છે. આ શોમાં તેમને આ વિવિધતા સાથે કામ કરવાની તક મળી છે. તો DKએ કહ્યું હતું કે આ સિરીઝમાં ઉત્તર તથા દક્ષિણ ભારતની વિવિધતા બતાવવામાં આવી છે. આપણે બધા આ મોટા દેશનો હિસ્સો છીએ.