તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમન્ના ભાટિયાને કોરોના:હૈદરાબાદમાં વેબ સિરીઝના શૂટિંગ દરમ્યાન તમન્નાને કોરોના થયો, હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચી, કહ્યું- સારું ફીલ કરી રહી છું

7 મહિનો પહેલા
 • કૉપી લિંક

'બાહુબલી' ફેમ એક્ટ્રેસ તમન્ના ભાટિયા કોરોના પોઝિટિવ આવી છે. તેને કોરોના વાઇરસના હળવા લક્ષણ દેખાયા હતા. ત્યારબાદ તેણે ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવ્યો હતો. તમન્ના હૈદરાબાદમાં એક વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી હતી. અગાઉ તેનાં પેરેન્ટ્સ કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે તે આઇસોલેશનમાં રહી હતી.

આ વાતની જાણકારી તમન્નાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આપી ફેન્સ સાથે એક નોટ શેર કરી છે.

તમન્નાએ લખ્યું, 'મારી ટીમ અને હું સેટ પર બધી સાવચેતી રાખી રહ્યા હતા પરંતુ છેલ્લા અઠવાડિયે મને હળવો તાવ આવ્યો. ટેસ્ટ કરાવતા ખબર પડી કે કોરોના પોઝિટિવ છું. હું હૈદરાબાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ હતી પણ હવે ડિસ્ચાર્જ થઇ ગઈ છું. આ અઠવાડિયું ઘણું ઉતાર ચડાવવાળું રહ્યું પરંતુ હવે હું સારું ફીલ કરી રહી છું. આશા છે કે હું ટૂંક સમયમાં રિકવર થઇ જઈશ. ડોક્ટરની સલાહ મુજબ, મેં ખુદને આઇસોલેટ કરી રાખી છે. આ દરમ્યાન તમારી ચિંતા અને પ્રાર્થનાઓ માટે આભાર.'

ઓગસ્ટમાં માતાપિતા કોરોનાના શિકાર થયા
એક મહિના પહેલાં જ તમન્નાએ જણાવ્યું હતું કે તેના પિતા સંતોષ ભાટિયા અને માતા રજની ભાટિયા કોરોના પોઝિટિવ છે. ત્યારબાદ તમન્નાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે પરિવારના બીજા સભ્યો અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ, હવે તે પણ વાઇરસની શિકાર બની ગઈ છે.

આ છે તમન્નાના અપકમિંગ પ્રોજેક્ટ
તમન્ના હાલ તેની તેલુગુ ફિલ્મ સિટીમારનું કામ શરૂ કરવાની રાહ જોઈ રહી હતી. આ ફિલ્મમાં ગોપીચંદ લીડ રોલમાં છે અને આ એક એક્શન ડ્રામા છે. તમન્નાની હજુ એક હિન્દી ફિલ્મ બોલે ચૂડિયાં તૈયાર છે અને એક્ટ્રેસ તે રિલીઝ થવાની રાહમાં છે. રિપોર્ટ્સ અનુસાર તમન્ના જે વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી હતી તે અટકાવી દેવામાં આવ્યું છે. બાકીના મેમ્બર્સને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો