તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીડા:સંજય દત્તની દીકરી ત્રિશાલાનો બળાપો, 'મારા પ્રેમીએ મારો કચરાની જેમ ઉપયોગ કર્યો હતો'

મુંબઈએક મહિનો પહેલા

સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત પોતાના અંગત જીવન અંગે ચર્ચામાં રહેતી હોય છે. ત્રિશાલાએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં 'Ask Me' સેશન યોજ્યું હતું. આ સેશનમાં એક ફૅને ત્રિશાલાને સવાલ કર્યો હતો કે તેણે તેના સંબંધોમાં કોઈ ભૂલ કરી છે? આના પર ત્રિશાલાએ પોતાના ભૂતકાળના રિલેશનશિપ અંગે વાત કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્રિશાલાએ કહ્યું હતું કે તેના પ્રેમીએ તેને કચરાની જેમ ટ્રીટ કરી હતી.

શું કહ્યું ત્રિશાલાએ?
ત્રિશાલાએ કહ્યું હતું, 'તે વ્યક્તિને હું કેટલાંક વર્ષો પહેલાં 'ડેટિંગ' કરતી હતી. મેં 'ડેટિંગ'ને ઈન્વર્ટેડમાં લખ્યું છે, કારણ કે હું વાસ્તવમાં મારી જાતને જ ડેટ કરતી હતી. તેણે તો ક્યારેય મને ડેટ કરી જ નહોતી, પરંતુ મેં તેને સાથે રહેવાનું કહ્યું હતું. મને આજે પણ મને બરોબર યાદ છે કે મેં તેને વિચારવા માટે અઠવાડિયાનો સમય આપ્યો હતો. વાહ.. મેં આત્મસન્માનને પાછળ મૂકી દીધું હતું, મારી જાત પ્રત્યે મને આદર નહોતો, ઝીરો બાઉન્ડ્રી હતી અને હું ક્યાંકને ક્યાંક મારી જાતને નફરત કરતી હતી.'

વધુમાં ત્રિશાલાએ કહ્યું હતું, 'આ બહુ લાંબી વાત છે પરંતુ ટૂંકમાં કહું તો તેણે મને કચરાની જેમ ટ્રીટ કરી હતી. હું રોજ વિચારતી કે આજે તેનો ખરાબ દિવસ છે. તે એક સાથે બહુ બધી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તો કંઈ નહીં કાલે સારો દિવસ આવશે, પરંતુ તે દિવસ આવ્યો જ નહીં. રોજ ખરાબ દિવસ જ આવતા.'

'તેણે મને મારી જાણ બહાર જ ધીમે ધીમે મારા ફ્રેન્ડ્સથી અલગ કરી દીધી હતી. હું જ્યારે પણ બહાર જતી ત્યારે તેને મેસેજ કરતી. જ્યારે ઘરે આવું ત્યારે તેનો કટાક્ષભર્યો મેસેજ આવતો કે આજે ઘરે કોઈ મોડું આવ્યું છે. હું એ કરતી હતી, જે મારું ક્યારેય કરવું જ નહોતું. હવે, મારી સામે ના આવો અને એમ ના કહેતા કે તે કદાચ મજાક કરતો હશે. ના. હું તેને સારી રીતે ઓળખું છું. મને તેના ભૂતકાળની પણ ખબર છે. તે મને નીચે પાડવા માગતો હતો.'

ત્રિશાલાએ આ પોસ્ટમાં ખરાબ રિલેશનશિપ વિશે કહ્યું હતું
ત્રિશાલાએ આ પોસ્ટમાં ખરાબ રિલેશનશિપ વિશે કહ્યું હતું

ત્રિશાલાએ આગળ કહ્યું હતું, 'તેથી મેં મારા મિત્રો સાથે બહાર જવાનું બંધ કરી દીધું, કારણ કે હું સાબિત કરવા માગતી હતી કે હું તેને વફાદાર છું. જોકે, તે તો પોતાનું જીવન પોતાની રીતે જ જીવતો હતો અને મિત્રો સાથે બહાર જતો હતો. તમને ખ્યાલ છે? હું ઘરમાં રહું કે બહાર રહું તે મને બહુ જ ગંદી રીતે ટ્રીટ કરતો હતો. હું કંઈ કરું તો પણ અને ના કરું તો પણ.'

ત્રિશાલાએ ચાહકોને અપીલ કરી હતી, 'મેં મારી જાત પર વર્ષો સુધી કામ કર્યું અને મારી આત્મા વિશે ઘણું જ જાણવાનો પ્રયાસ કર્યો હતો. મેં એ જાણવાનો પ્રયાસ કર્યો કે શા માટે હું તે સંબંધમાં છું, જેની શરૂઆતથી જ મને બધી ખબર છે. હું મારી જાત માટે સ્ટેન્ડ ના લઈ શકી અને તેણે જે રીતનો મારી સાથે વ્યવહાર કર્યો તે થવા દીધો. મને આ વાતની શરમ છે, પરંતુ હવે હું સમજી ગઈ છું. હું શીખી અને આજે અહીંયા છું.'

ત્રિશાલાને અન્ય એક ચાહકે સવાલ કર્યો હતો કે તે પોતાના જીવનમાં સૌથી વધુ મહત્ત્વ કોને આપે છે? આના પર ત્રિશાલાએ કહ્યું હતું, 'દરેકને આશા હોય છે કે તે દુર્ઘટના, બીમારી, નુકસાન કે પછી હિંસાથી પોતાના જીવનને ખરાબ થતાં બચાવશે. જોકે, કમનસીબે આપણાંમાંથી ઘણાં ઓછા લોકો આવું કરી શકે છે. તમારા વિચારોને હકારાત્મક બનાવવા માટે તમે જીવનમાં કોઈ આવા ટ્રોમામાંથી પસાર થયા હો તો તમને ઘણી જ મદદ મળે છે. ટ્રોમા પછી વ્યક્તિ વધુ મજબૂત બને છે.'

આ પોસ્ટમાં ત્રિશાલાએ દુઃખ અને સંઘર્ષ અંગે વાત કરી હતી
આ પોસ્ટમાં ત્રિશાલાએ દુઃખ અને સંઘર્ષ અંગે વાત કરી હતી

વધુમાં ત્રિશાલાએ કહ્યું હતું, 'મારા જીવનમાં આવેલા ટ્રોમાએ મને એક એવો રસ્તો બતાવ્યો, જે હું ક્યારેય શોધી શકત નહીં. અનેકવાર જોવામાં આવ્યું છે કે વ્યક્તિનું જીવન ટ્રોમાની સારવાર બાદ જ શરૂ થાય છે. યોગ્ય વાતાવરણ તથા માનસિકતાને જોતા મારા માટે ટ્રોમા, દુઃખ અને સંઘર્ષનો અર્થ ​​​​​​​અલગ છે. મારા માટે આ શબ્દોનો અર્થ એટલે જે મને જીવતા શીખવે અને મને વધુ સારી વ્યક્તિ બનાવે એ છે. આથી જ હું આનાથી દૂર ભાગવાને બદલે તેની સાથે દોસ્તી કરવાનું શીખી છું. મારો હેતુ તેને પૂરો કરવાનો નથી, કારણ કે પીડા ક્યારેય પૂરી થતી નથી. પીડાની સાથે જ જીવવું એ મારો હેતુ છે અને આની સાથે હું ઠીક છું.'

સંજય દત્તની પહેલી પત્નીની દીકરી
ત્રિશાલા સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા શર્માની દીકરી છે. તે ન્યૂ યોર્કમાં રહે છે અને હાલ ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. 31 વર્ષની ત્રિશાલા માતાનાં મૃત્યુ સમયે 1996માં માત્ર આઠ જ વર્ષની હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો