તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર સિને પ્રીમિયર:મનોરંજનની સાથે નારી સમાનતાની વાત તથા રણવીરનું સ્ટારડમ, શું બોક્સ ઓફિસ પર જયેશભાઈનો આ આઇડિયા જોરદાર સાબિત થશે?

મુંબઈ3 મહિનો પહેલાલેખક: મનીષા ભલ્લા
  • ફિલ્મના ડિરેક્ટરને રસપ્રદ વાર્તા, બેકગ્રાઉન્ડર વગર તથા ફિલ્મમેકિંગ અનુભવને કારણે યશરાજની ફિલ્મ મળી

કોરોનાને કારણે રણવીરની '83' તથા 'જયેશભાઈ જોરદાર' એમ બે ફિલ્મ અટકી પડી છે. '83' ભારતના ક્રિકેટ વર્લ્ડકપની જીતની વાર્તા છે તો 'જયેશભાઈ જોરદાર'માં વીમેન એમ્પવારમેન્ટને મનોરંજક સાથે રજૂ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ ફિલ્મથી સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ શાલિની પાંડે તથા ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર ડેબ્યૂ કરી રહ્યાં છે. રણવીરના સ્ટારડમ તથા યશરાજ જેવા બેનરથી આ ફિલ્મ હિટ ગઈ તો સૌથી વધુ ફાયદો આ બંનેને જ થશે. હાલમાં આ ફિલ્મ એક વર્ષથી તૈયાર છે અને રિલીઝ અંગે યશરાજ બેનર કંઈ જ બોલવા તૈયાર નથી.

રણવીરે 'સિમ્બા', 'બાજીરાવ મસ્તાની' તથા 'પદ્માવત'માં લાર્જર ધેન લાઇફ પાત્રો ભજવ્યા હતા. 'ગલી બોય'માં તેનું પાત્ર ઝૂંપડપટ્ટીમાં રહેતા એક સામાન્ય છોકરાનું હતું. 'જયેશભાઈ જોરદાર'માં રણવીર ફરી એકવાર એકદમ લાઇટ મૂડમાં જોવા મળશે.

ફિલ્મની વાર્તા નારી સમાનતા તથા મહિલાઓના અધિકાર અંગે છે. આ વાતને કોઈ ઉપદેશ કે સલાહ તરકી નહીં, પરંતુ એન્ટરટેઇનમેન્ટ તરીકે રજૂ કરવામાં આવી છે. રણવીરની પહેલી ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'ના મેકર મનીષ શર્મા આ ફિલ્મનું તમામ પ્રોડક્શન જોઈ રહ્યાં છે. આશા છે કે આ ફિલ્મમાં તમામને હસાવતો જોવા મળશે.

રણવીરનું સ્ટારડમ હજી પણ બુલંદ એટલે થિયેટર રિલીઝની રાહ
આ ફિલ્મ એક વર્ષથી રિલીઝ માટે તૈયાર છે, પરંતુ ફિલ્મના કર્મશિયલ પોટેન્શિયલ હોવાને કારણે થિયટર રિલીઝની રાહ જોવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોના મતે, યશરાજ આ ફિલ્મની રિલીઝ માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે. હાલમાં રણવીરનું સ્ટારડમ બુલંદી પર છે. તેની 'ગલી બોય'ની ઘણી જ પ્રશંસા કરવામાં આવી હતી. 'પદ્માવત', 'સિમ્બા', 'બાજીરાવ મસ્તાની' હિટ રહી હતી.

રણવીરની '83' ભારતના પહેલા ક્રિકેટ વર્લ્ડકપ વિજય પર બનેલી ફિલ્મ છે. સ્પોર્ટ્સ ઇવેન્ટ પર બનેલી ફિલ્મ માટે થિયેટર રિલીઝની રાહ જોવી યોગ્ય છે, પરંતુ 'જયેશભાઈ જોરદાર'નું કેનવાસ એટલું મોટું નથી. રણવીરના સ્ટારડમનો કમર્શિયલ ફાયદો માત્ર થિયેટર રિલીઝમાં થઈ શકે છે.

વાર્તા, પાત્ર તથા લોકેશન બધું જ ગુજરાતી
ફિલ્મના ટાઇટલથી જ અંદાજો લગાવી શકાય છે કે આ એક ગુજરાતી ફિલ્મ છે. રણવીરે ગુજરાતીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ માત્ર આ જ ગુજરાતી કનેક્શન નથી. ફિલ્મના ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર કચ્છના મુંદ્રાથી છે. તેણે ત્રણ ગુજરાતી ફિલ્મમાં એક્ટિંગ કરી છે.

ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર ભજવતી રત્ના પાઠક શાહ પણ ગુજરાતી છે. બમન ઈરાની પારસી હોવાને કારણે ગુજરાતી છે. ગુજરાતી ફિલ્મની એક્ટ્રેસ દીક્ષા જોષી પણ આ ફિલ્મમાં છે. રણવીર આ પહેલાં 'રામ લીલા'માં ગુજરાતી પાત્ર ભજવી ચૂક્યો છે. આ સંયોગ છે કે રણવીરની 'રામ લીલા'નું બેકગ્રાઉન્ડ પણ કચ્છ હતું અને 'જયેશભાઈ જોરદાર'નું ડિરેક્શન દિવ્યાંક કરે છે અને તે પણ કચ્છનો છે.

ગુજરાતમાં શૂટિંગ સમયે રણવીરનું મેકઓવર કરવામાં આવ્યું હતું
ફિલ્મનું શૂટિંગ મુંબઈના સ્ટૂડિયો ઉપરાંત ગુજરાતના સૌરાષ્ટ્રથી કચ્છ જતા હાઈવે પર સૂરજબારી બ્રિજની પાસે કરવામાં આવ્યું છે. ઈડરમાં પણ મહત્ત્વના સીન શૂટ થયા છે. શૂટિંગ દરમિયાન રણવીરને એકદમ પાતળો જોઈને તમામને નવાઈ લાગી હતી. આ પહેલાં 'બાજીરાવ' તથા 'પદ્માવત' માટે રણવીરે બૉડી બનાવી હતી. જોકે, આ પાત્ર માટે રણવીરે વજન ઓછું કર્યું હતું.

દિવ્યાંગ ઠક્કરના ડેબ્યૂની રસપ્રદ વાત
ડિરેક્ટર દિવ્યાંગને બોલિવૂડ સાથે ખાસ સંબંધ નથી. તેણે આ પહેલાં 'કેવી રીતે જઈશ', 'બેયાર' તથા 'ચાસણી' જેવી ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે. અલ્ટ બાલાજીના વેબ શો 'બોયગીરી'માં જોવા મળ્યો હતો.

દિવ્યાંગના મનમાં ઘણાં સમયથી એક ફિલ્મની વાર્તા હતી. તેનો સંપર્ક મનીષ શર્મા સાથે થયો. મનીષને આ વાર્તા ઘણી જ ગમી અને તેણે આદિત્ય ચોપરા સાથે દિવ્યાંગની મિટિંગ ફિક્સ કરાવી હતી. આદિત્યને આ ફિલ્મની વાર્તા એટલી ગમી કે તેણે દિવ્યાંગને પૂરી સ્ક્રિપ્ટ લખવાની તથા ડિરેક્ટ કરવાની જવાબદારી આપી હતી.

પ્રતીક ગાંધીની ગુજરાતી ફિલ્મનો કો-એક્ટર
દિવ્યાંગ તથા પ્રતીકે 'બેયાર'માં સાથે કામ કર્યું હતું. પ્રતીક 'સ્કેમ 92'થી લોકપ્રિય થયો. દિવ્યાંગે ફિલ્મમેકિંગમાં કરિયર બનાવવાનો નિર્ણય લીધો અને તેને પહેલી જ ફિલ્મ યશરાજ બેનર તથા રણવીરની સાથે મળી.

પહેલી ફિલ્મ યશરાજથી તે મોટી વાત
ટ્રેડ એનલિસ્ટ ગિરીશ વાનખેડેએ કહ્યું હતું કે 'જયેશભાઈ જોરદાર' એક ઈન્સ્પિરેશનલ મૂવી છે. ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કરને ફિલ્મ મેકિંગનો કોઈ ખાસ અનુભવ નથી. જોકે, યશરાજ બેનર એમ જ કોઈ પ્રોજેક્ટ કરતું નથી. વાર્તામાં દમ લાગ્યો હશે અને રિસર્ચ કર્યા બાદ આ પ્રોજેક્ટ દિવ્યાંગને આપ્યો હશે.

શાલિનીને બોલિવૂડમાં દમદાર ડેબ્યૂની આશા
હિંદી ફિલ્મ 'કબીર સિંહ'માં જે રોલ કિઆરા અડવાણીએ કર્યો હતો તે રોલ ઓરિજિનલ 'અર્જુન રેડ્ડી'માં શાલિની પાંડેએ કર્યો હતો. શાલિનીએ કહ્યું હતું કે આ મારી પહેલી હિંદી ફિલ્મ છે અને તેને શાનદાર બોલિવૂડ ડેબ્યૂની આશા છે.

શાલિનીને સૌથી મોટો ફાયદો
ફિલ્મ ક્રિટિક રમેશ બાલાએ કહ્યું હતું કે 'જયેશભાઈ જોરદાર' ફિલ્મ સારું પ્રદર્શન કરે છે તો આ ફિલ્મનો સૌથી મોટો ફાયદો શાલિની પાંડેને જ થશે. 'અર્જુન રેડ્ડી' સિવાય શાલિની પાસે એવી કોઈ ખાસ ફિલ્મ નથી.

ઓરિજિનલ રિલીઝ ડેટ 2 ઓક્ટોબર, 2020 હતી
જો કોરોના ના આવ્યો હોત તો ફિલ્મ ગયા વર્ષે ગાંધી જયંતી (2 ઓક્ટોબર, 2020) પર રિલીઝ થવાની હતી. પછી ફિલ્મને આ વર્ષે 27 ઓગસ્ટે રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે, યશરાજ બેનરના સૂત્રોના મતે, હાલમાં ફિલ્મ રિલીઝ અંગે કંઈ જ વિચાર્યું નથી.