તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંત સુસાઈડ કેસ:ટેલેન્ટ મેનેજરનો ઘટસ્ફોટ- 13 જૂનના રોજ અભિનેતાએ રમેશ તૌરાણી અને નિખિલ અડવાણી સાથે નવા પ્રોજેક્ટ અંગે વાત કરી હતી, ત્યારે તેઓ એકદમ સ્વસ્થ હતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુના એક દિવસ પહેલા, બે ફિલ્મ નિર્માતાઓ સાથે નવા પ્રોજેક્ટ્સ વિશે સુશાંતની વાત થઈ હતી
  • મેનેજરના જણાવ્યા પ્રમાણે, સુશાંતને આઈડિયા પસંદ આવ્યો હતો, તેણે સ્ક્રિપ્ટ માગી હતી

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુના કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ગુરુવારે સુશાંતના મોબાઈલની CDRથી ખુલાસો થયો હતો કે મૃત્યુના એક દિવસ પહેલા તેણે પોતાના ટેલેન્ટ મેનેજર ઉદય સિંહ ગૌરી સાથે પણ વાત કરી હતી. ત્યારબાદ એક ચેનલ સાથેની વાતચીતમાં ઉદયના જણાવ્યા પ્રમાણે, તે દિવસે અમે તેમની સાથે કેટલાક નવા પ્રોજેક્ટ્સને લઈને વાત કરી હતી.

ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં ઉદયના જણાવ્યા પ્રમાણે, 13 જૂનના રોજ એક કોન્ફરન્સ કોલ દ્વારા મારી સુશાંત સાથે વાત થઈ હતી. હું અને સુશાંત સિવાય આ ફોન કોલમાં ફિલ્મ મેકર રમેશ તૌરાણી અને નિખિલ અડવાણી પણ સામેલ હતા. અમે કેટલાક નવા પ્રોજેક્ટ્સ લઈને સુશાંતને ફોન કર્યો હતો. જેમાં તેણે રસ બતાવ્યો હતો.

સુશાંત સામાન્ય હતો અને સ્ક્રિપ્ટને લઈને ખુશ હતો
ઉદયના જણાવ્યા પ્રમાણે, સુશાંત આખી વાતચીત દરમિયાન એકદમ સામાન્ય લાગતો હતો અને તે સ્ક્રિપ્ટ વિશે જાણવા આતુર હતો. તેમણે કેટલાક સારા પ્રશ્નો પૂછ્યા હતા અને સ્ક્રિપ્ટને લઈને સલાહ પણ આપી હતી. ઉદયના જણાવ્યા અનુસાર, સુશાંતને સ્ક્રિપ્ટનો આઈડિયા પસંદ આવ્યો હતો અને સ્ક્રિપ્ટ પણ માગી હતી.

વાતચીત દરમિયાન મેનેજરને આ પગલું ભર્યું હોવાના બે કારણો હોવાની આશંકા વ્યક્ત કરી. તેમણા જણાવ્યા પ્રમાણે, તેઓ ડિપ્રેશનમાં હશે અથવા ઈન્ડસ્ટ્રીએ તેને અલગ કરી દીધો હતો અને તેને કોઈ કામ નહોતું આપી રહ્યું.

CBIએ છ લોકો સામે કેસ દાખલ કર્યો હતો
ગુરુવારે બિહાર પોલીસની અપીલ પર CBIએ સુશાંત સુસાઈડ કેસમાં 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આ કેસની તપાસ હાથ ધરી હતી. CBIએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત કુલ 6 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેમાં રિયાના પિતા ઈન્દ્રજીત, માતા સંધ્યા, ભાઈ શોવિક, સહયોગી સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદીનો સમાવેશ થાય છે.

8 જૂન પછી સુશાંતે રિયા સાથે વાત કરી નહોતી
ગુરુવારે સુશાંતના છેલ્લા સાત દિવસની કોલ ડિટેઈલ પણ સામે આવી હતી. જેનાથી જાણવા મળ્યું કે, 8 જૂનના રોજ સુશાંતનું ઘર છોડ્યા બાદ રિયાએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો અને ત્યારબાદ અભિનેતા સાથે રિયાએ એક વખત પણ વાત નહોતી કરી. સુશાંતની CDR (કોલ ડિટેઈલ રિપોર્ટ)ના અનુસાર, 8થી 14 જૂનની વચ્ચે સુશાંતે માત્ર બે આઉટગોઈંગ કોલ કર્યા હતા, બંને તેની બહેનો હતી. આ દરમિયાન તેમને 9 કોલ ઇનકમિંગ આવ્યા હતા.

રિયાના ગયા બાદ સુશાંતની બહેન આવી ગઈ હતી
8 જૂનના રોજ ઝઘડા બાદ સુશાંતનું ઘર છોડીને રિયા જતી રહી હતી અને અને એ દિવસે જ સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાને આત્મહત્યા કરી હતી. રિયાના ગયા બાદ સુશાંતની મોટી બહેન મીતૂ તેમના ઘરે આવી ગઈ હતી, તેઓ 12 જૂન સુધી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...