તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:ગોગીએ ભવ્ય ગાંધીના પિતાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, 'જેની સાથે થાય છે, તે જ સમજી શકે છે'

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'તારક મહેતા'માં સમય શાહ ગોગીનો રોલ પ્લે કરે છે
  • ભવ્ય ગાંધીના પિતાએ 11 મેના રોજ કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે હાલમાં અવસાન થયું હતું. હાલમાં જ ભવ્ય ગાંધીની માસીનો દીકરો સમય શાહ ('તારક મહેતા'નો ગોગી)એ સો.મીડિયામાં વિનોદ ગાંધીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. વિનોદ ગાંધી કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં હતા. તેમના પરિવારમાં પત્ની યશોદા ગાંધી તથા બે દીકરા (મોટા દીકરો નિશ્ચિત ગાંધી તથા નાનો ભવ્ય ગાંધી) છે. મોટા દીકરાના લગ્ન થઈ ગયા છે. ભવ્ય હાલમાં કરિયર પર ફોકસ કરી રહ્યો છે.

વિનોદ ગાંધી સાથેની તસવીર શૅર કરી

સમયે ફોટો શૅર કરીને કહ્યું હતું, 'જેની સાથે થાય છે, તે જ સમજી શકે છે, બાકી તો માત્ર દેખાડાની રમત રમે છે. બીજાને તો બસ દૂરથી વાતો કરવી છે, પરંતુ વાસ્તવમાં જેની સાથે થાય છે, જે ગુમાવે છે અને પછી રડી રડીને પોતાને ચૂપ કરાવે છે. અંદરને અંદર બૂમો પાડે છે અને પૂછે કે આખરે કેમ મારી સાથે જ આવું થયું? કેમ મારી સાથે જ આવું થાય છે?

હાલમાં જ ભવ્ય ગાંધીની માતાએ વાત કરી હતી
યશોદા ગાંધીએ કહ્યું હતું, 'મારા પતિ કોરોનાવાઈરસ જ્યારથી આવ્યો ત્યારથી ઘણી જ સાવચેતી રાખતા હતા. તે માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગનું જ પાલન નહોતા કરતાં, પરંતુ હંમેશાં માસ્ક પણ પહેરતા હતા. તે સતત હાથ સેનિટાઈઝ પણ કરતા હતા. તે જ્યાં પણ બેસતા તે જગ્યાને પણ સેનિટાઈઝ કરતા હતા. આટલું ધ્યાન રાખવા છતાંય તેમને વાઈરસનો ચેપ લાગ્યો છે.'

બેડ ને ઈન્જેક્શન માટે રઝળપાટ કરી હતી
યશોદા ગાંધીએ કહ્યું હતું કે તેમના પતિને હોસ્પિટલમાં ICU બેડ મળતો નહોતો. 500થી વધુ ફોન કર્યા બાદ પણ તેમને બેડ મળ્યો નહોતો. અંતે એક મિત્રની મદદથી ગોરેગાંવની નાનકડી હોસ્પિટલમાં ICU બેડ મળ્યો હતો. અહીંયા ડૉક્ટર્સે રેમડેસિવિર ઈન્જેક્શન લાવવાની વાત કરી હતી. તેણે છ ઈન્જેક્શન આઠના ભાવે ખરીદ્યા હતા. ટોક્સિન ઈન્જેક્શન તેમને આખા ભારતમાં ક્યાંય ના મળ્યું તો તેમણે 45 હજારનું ઈન્જેક્શન એક લાખ રૂપિયામાં ખાસ દુબઈથી મગાવ્યું હતું. અંતે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અહીંયા તેઓ 15 દિવસ વેન્ટિલેટર પર રહ્યાં, પરંતુ બચી શક્યા નહીં.

છેલ્લે 23 એપ્રિલે જોયા હતા
યશોદાએ ભારે હૈયે કહ્યું હતું, 'મેં છેલ્લે તેમને 23 એપ્રિલે દૂરથી જોયા હતા. તે બેભાન હતા અને તેમણે મને જોઈ નહોતી.'