તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:અફેરની ચર્ચા વચ્ચે 'બબીતા'એ 'ટપુ'નો હાથ પકડ્યો, તસવીર સો.મીડિયામાં વાઇરલ

મુંબઈ3 મહિનો પહેલા
  • મુનમુન દત્તા તથા રાજે અફેરની વાતને નકારી કાઢી હતી

કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સિરિયલના દરેક પાત્રો ચાહકોમાં આગવી લોકપ્રિયતા ધરાવે છે. શોમાં ટપુનો રોલ પ્લે કરતો રાજ અનડકટ તથા બબીતા બનતી મુનમુન દત્તા વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. જોકે, બંનેએ આ વાતને નકારી દીધી છે. ડેટિંગની ચર્ચા વચ્ચે મુનમુન દત્તા તથા રાજ અનડકટ વચ્ચેની એક તસવીર સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે.

મુનમુન દત્તાએ રાજનો હાથ પકડ્યો
સો.મીડિયામાં વાઇરલ થયેલી તસવીરમાં મુનમુન દત્તાએ રાજનો હાથ પકડ્યો છે. મુનમુન દત્તા પ્રિન્ટેડ શર્ટ તથા જીન્સમાં છે. જ્યારે રાજ હુડીમાં જોવા મળે છે.

સો.મીડિયામાં વાઇરલ થયેલી મુનમુન દત્તા - રાજ અનડટકની તસવીર
સો.મીડિયામાં વાઇરલ થયેલી મુનમુન દત્તા - રાજ અનડટકની તસવીર

આ તસવીર 2019ની છે
રાજ અનડકટ-મુનમુન દત્તાની જે તસવીર વાઇરલ થઈ છે, તેને ક્રોપ કરવામાં આવી છે. આ તસવીર 2019ની છે. આ તસવીર સિંગાપોરમાં લેવામાં આવી હતી અને મુનમુન દત્તાએ સો.મીડિયામાં આ તસવીર શૅરો કરી હતી.

રાજ-મુનમુને ડેટિંગની વાતને નકારી
મુનમુન તથા રાજે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને ડેટિંગની વાત નકારી કાઢી હતી. જોકે, મુનમુને પછી બંને પોસ્ટ ડિલિટ કરી હતી.

શું કહ્યું હતું મુનમુને?
મુનમુન દત્તાએ સો.મીડિયામાં બે પોસ્ટ શૅર કરી હતી, જેમાં એક પોસ્ટમાં મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી અને બીજી પોસ્ટમાં ટ્રોલર્સ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. મુનમુને કહ્યું હતું, 'મીડિયા તથા ઝીરો ક્રેડિબિલિટી ધરાવતા જર્નલિસ્ટ. તમને કોઈના અંગત જીવનની કાલ્પનિક વાતો છાપવાની આઝાદી કોણે આપી અને એ પણ તેમની મરજી વગર? તમારા આ ખરાબ વર્તનને કારણે સામેની વ્યક્તિની ઇમેજને નુકસાન પહોંચે છે. શું તમે તેના માટે જવાબદાર છો? તમે TRP માટે જે મહિલાએ થોડા સમય પહેલાં પોતાના દીકરાને ગુમાવ્યો હોય, પોતાના પ્રેમને ખોયો હોય તેને પણ છોડતા નથી. તમે કોઈની ગરિમાને બાજુએ મૂકીને સેન્સેશનલ ન્યૂઝ બનાવવા માટે કોઈપણ સ્તરે જઈ શકો છો, પરંતુ શું તમે તેનું જીવન બરબાદ કરવાની જવાબદારી લઈ શકો છો? જો ના તો તમને પોતાના પર શરમ આવવી જોઈએ.'

ટ્રોલર્સને પણ જવાબ આપ્યો હતો
અન્ય એક પોસ્ટમાં મુનમુન દત્તાએ કહ્યું હતું, 'તમામ સામાન્ય લોકો માટે, મને તમારા પ્રત્યે ઘણી જ આશા હતી, પરંતુ તમે લોકોએ કમેન્ટ સેક્શનમાં જે ગંદકી ફેલાવી છે, કથિત ભણેલા લોકોએ પણ. એનાથી ખ્યાલ આવે છે કે આપણે કેટલા પછાત સમાજમાંથી આવ્યા છીએ. માત્ર તમારી મજાક માટે મહિલાઓને સતત તેમની ઉંમર, સંબંધો અંગે નીચી બતાવવામાં આવે છે. પછી ભલે તમારી મજાના ચક્કરમાં કોઈ વ્યક્તિ મેન્ટલ બ્રેકડાઉનની સ્થિતિમાં જ કેમ ના પહોંચી જાય. હું છેલ્લાં 13 વર્ષથી એન્ટરનટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છું, પરંતુ મારી ગરિમાને ઠેસ પહોંચાડવામાં લોકોને 13 મિનિટ પણ ના થઈ. જો ભવિષ્યમાં કોઈ એ હદે ડિપ્રેશનમાં જાય અને આત્મહત્યા કરવાનું વિચારે તો તમે એકવાર જરૂરથી વિચારજો કે તમારા શબ્દો તેને અંત તરફથી તો નથી લઈ જતા ને? આજે મને પોતાની જાતને ભારતની દીકરી કહેવામાં શરમ આવે છે.'

રાજ અનડકટે પણ પોસ્ટ શૅર કરી હતી
રાજ અનડકટે પણ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી, તેણે કહ્યું હતું, 'જે લોકો સો.મીડિયામાં મારા વિશે ગમે તેમ લખે છે, મહેરબાની કરીને એકવાર વિચારો કે મારા જીવનમાં આ કારણે કેટલી સમસ્યા આવશે. મારા વિશે ચાલતા આ ખોટા ન્યૂઝ મારી સંમતિ વગર છાપવામાં આવે છે. જે પણ ક્રિએટિવ લોકો આ બધું કરી રહ્યા છે, મહેરબાની કરીને તમારી રચનાત્મકતા અન્ય કોઈ બાબતમાં લગાવો. ભગવાન તમને સારા વિચારો આપે.'