રશ્મિ રોકેટ:ફિલ્મમાં તાપસી પન્નુ 3 અલગ અલગ લુકમાં જોવા મળશે, કેરેક્ટરની બોડી લેંગ્વેજમાં આવવા માટે 5થી 6 કલાક કામ કરતી હતી

અમિત કર્ણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મમાં તાપસી કચ્છના રણની રનર છે. તેને ઓથેન્ટિક બતાવવા માટે કચ્છી પહેરવેશ અંગિયામાં તેણે મોડિફિકેશન કરાવ્યું
  • ફિલ્મના મોટા ભાગના સીન મુંબઈ, પુણે, રાંચી અને કચ્છના રણના છે

તાપસી પન્નુ પાસે અનેક ફિલ્મ કતારમાં છે. એક જ ટાઈમ ફ્રેમમાં તેની 2 સ્પોર્ટ્સ ઝોનર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. એક ક્રિકેટ ફિલ્ડની 'શાબાશ મિથુ' અને બીજી એઝ અ રનર 'રશ્મિ રોકેટ'. ફિલ્મથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે રશ્મિ રોકેટમાં તાપસીનું કેરેક્ટર કચ્છના છેવાડાની એક યુવતીનું છે.

ફિલ્મમાં તે કચ્છના રણની રનર છે. તેને ઓથેન્ટિક બતાવવા માટે કચ્છના અંગિયામાં મોડિફિકેશન કરાવ્યું છે. કચ્છની યુવતીઓ અંગિયા પહેરે છે તેમાં થોડું મોડિફિકેશન કરાવી તાપસીએ તેને સલવાર સૂટ બનાવ્યો અને તેમાં જ રનિંગ શૉટ્સ આપ્યા. કોસ્ચ્યુમની શોધમાં પ્રોડક્શન ટીમ કચ્છ પાસે ભુજોડી પહોંચી હતી. આ ડ્રેસને લોકલ આર્ટિસ્ટના ફેબ્રિક અને જ્વેલરીથી બનાવવામાં આવ્યો.

જાન્યુઆરીમાં 'રશ્મિ રોકેટ'નું શૂટિંગ પૂરુ થયું
આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં પૂરું થયું છે. આખી ફિલ્મમાં તાપસી 3 અલગ લુકમાં જોવા મળશે. પ્રથમ લુક કચ્છના રણની યુવતીથી ઈન્સ્પાયર્ડ છે. ત્યારબાદ નેશનલ લેવલે તેનું સિલેક્શન થતાં તેને વધારે એક્સ્પોઝર મળે છે. ત્યારે તેનો લુક બદલાય છે. ત્રીજો લુક તે દુનિયાભરમાં ટ્રાવેલ કરે છે ત્યારે બદલાય છે. સ્ટેટ, નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર જે સ્પોર્ટ્સ કિટ્સમાં ફેરફાર આવે છે. તેમાં ડિઝાઈનિંગ જોવા મળે છે.

ફિલ્મનું શૂટિંગ દેશના વિવિધ શહેરોમાં થયું
તાપસીની નજીકના વ્યક્તિઓએ જણાવ્યું કે, ફિલ્મનું શૂટિંગ દેશના 4-5 શહેરમાં થયું છે. મોટા ભાગના સીન મુંબઈ, પુણે, રાંચી અને કચ્છના રણના છે. પ્રોડક્શન અને કોસ્ચ્યુમની ટીમ પ્રશંસા પાત્ર છે તેમણે મીડિયમ બજેટમાં ફિલ્મને ઊંચો દરજ્જો આપ્યો છે. એક ગ્રાન્ડ લુકિંગ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મનું શૂટિંગ પણ ચેલેંજિંગ હતું. કોરોનાકાળમાં ટુકડે ટુકડે અલગ અલગ શિડ્યુલમાં ટીમે કામ કર્યું છે. કોસ્ચ્યુમ સહિતની સામગ્રી ખરીદી લેવાઈ હતી. મેકર્સ તેમને માર્કેટમાં રિટર્ન પણ નહોતા કરી શકતા.

કેરેક્ટરની બોડી લેંગ્વેજ માટે તાપસી 5થી 6 કલાકની ટ્રેનિંગ કરતી હતી

તાપસીએ સોશિયલ મીડિયા પર તેના ટ્રેનિંગનો શેર કરેલો ફોટો
તાપસીએ સોશિયલ મીડિયા પર તેના ટ્રેનિંગનો શેર કરેલો ફોટો

પ્રોડક્શન ટીમના જણાવ્યાનુસાર, લોકડાઉન બાદ ફિલ્મનું કાસ્ટિંગ પણ બદલાયું હતું. તે પ્રમાણે નવાં કોસ્ચ્યુમ લેવા પડ્યા હતા. પરિસ્થિતિ એવી બની કે લોકડાઉન ખુલતાં જ પ્રોડક્શન ડિઝાઈનર, મેકઅપ આર્ટિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઈનરની પેન્ડિંગની 3-4 ફિલ્મ એકસાથે શરૂ થઈ ગઈ. તેથી તમામ લોકોએ 18-18 કલાક કામ કરવું પડતું હતું.

તાપસી ગત વર્ષે સપ્ટેમ્બરમા સાઉથની એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તે 12 કલાક કામ કરતી હતી ત્યારબાદ 'રશ્મિ રોકેટ'ના કેરેક્ટરની બોડી લેંગ્વેજમાં આવવા માટે તે 5-6 કલાક ટ્રેનિંગ કરતી હતી. ત્યારબાદ સાઉથની ફિલ્મ પૂરી કરી જ્યારે તે 'રશ્મિ રોકેટ' માટે આવી તો તે બોડીમાં ચેન્જિસ માટે 18 કલાકનો શિડ્યુલ ફોલો કરતી હતી.