તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમ તોડવાની સજા:'રશ્મિ રોકેટ'ના શૂટિંગ દરમ્યાન હેલ્મેટ વગર તાપસી બાઈક ચલાવી રહી હતી, શૂટ પહેલાં મેમો ફાટ્યો

5 મહિનો પહેલા

તાપસી પન્નુ હાલ 'રશ્મિ રોકેટ' ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મથી પહેલીવાર તે ગુજરાતીના રોલમાં દેખાશે. ફિલ્મના બાઈક રાઇડિંગના એક સીન પહેલાં તેને મેમો આપવામાં આવ્યો. પોતાની સાથે થયેલી આ ઘટના વિશે તેણે ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરી છે. ફોટોમાં તે ડેનિમ જેકેટ પહેરીને બાઈક પર બેઠેલી દેખાઈ રહી છે અને તેણે હેલ્મેટ નથી પહેર્યું.

તાપસીએ લખ્યું કે, હેલ્મેટ ન પહેરવા માટે થયેલા ફાઈનના ઠીક પહેલાં. તાપસીની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે કમેન્ટ્સ અને લાઇક્સ કરી છે. ડિરેક્ટર અનુભવ સિન્હાએ લખ્યું કે, આ પ્રકારના બાઈક પર તો તમને શોધી પણ નહીં શકે.

સ્પોર્ટ્સ ડ્રામા 'રશ્મિ રોકેટ'
ફિલ્મ ‘રશ્મિ રોકેટ’માં તાપસી રશ્મિનું કેરેક્ટર પ્લે કરવાની છે જે કચ્છના એક ગામડામાં રહેતી હોય છે. રશ્મિ ઘણું ઝડપથી દોડતી હોય છે માટે ગામના લોકો તેને રોકેટ કહેતા હોય છે. જ્યારે તેને પોતાનો હુન્નર દેખાડવાનો મોકો મળે છે ત્યારે તે પીછેહઠ કરતી નથી અને આગળ વધે છે. ત્યારબાદ તેની જિંદગીમાં જે ઉતાર ચડાવ આવે છે તેના પર આખી સ્ટોરી આધારિત છે. ફિલ્મના ડિરેક્ટર આકર્ષ ખુરાના અને પ્રોડ્યુસર રોની સ્ક્રુવાલા છે. એક્ટર પ્રિયાંશુ પેનયુલિ આ ફિલ્મમાં તાપસીના પતિના રોલમાં જોવા મળશે.

તાપસીએ સંભળાવી હતી આપવીતી
તાપસીએ હાલમાં જ ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષની સ્ટોરી શેર કરી હતી. તેણે કહ્યું હતું કે, મેં ઘણી વસ્તુ ભોગવી છે. જેમ કે હું એકદમ સુંદર નથી, મને બદલી નાખવામાં આવી કારણકે હીરોની પત્ની ઇચ્છતી ન હતી કે હું ફિલ્મમાં રહું. હું એક ફિલ્મનું ડબિંગ કરી રહી હતી, પછી મને કહેવામાં આવ્યું કે હીરોને મારા ડાયલોગ પસંદ ન હતા. માટે તે બદલવા જોઈએ. જ્યારે મેં આવું કરવાની ના પાડી તો તેમણે મારી પીઠ પાછળ ડબિંગ આર્ટિસ્ટ પાસે આ કરાવી લીધું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો