તાપસી પન્નુએ હાલમાં જ 'થપ્પડ' માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ જીત્યો હતો. અવૉર્ડ મળ્યા બાદ તાપસીએ સ્ટેજ પર સ્પીચ આપી હતી. આ સ્પીચમાં આ એક્ટ્રેસે અનેક લોકોનો આભાર માન્યો હતો. આ દરમિયાન તાપસીએ દીપિકા પાદુકોણ, જાન્હવી કપૂર, વિદ્યા બાલનની સાથે સાથે કંગના રનૌતને પણ થેંક્યુ કહ્યું હતું. આ તમામ એક્ટ્રેસિસ બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ હતી. તાપસીનો આ વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો જોઈને કંગનાએ સો.મીડિયામાં તાપસીના થેંક્યુ પર કટાક્ષમાં જવાબ આપ્યો છે.
શું કહ્યું કંગનાએ?
કંગનાએ તાપસીના આ વાઈરલ વીડિયો પર કમેન્ટ કરતાં કહ્યું હતું, 'આભાર તાપસી, વિમલ ઈલાયચી ફિલ્મફેર અવૉર્ડ તું જ ડિઝર્વ કરે છે. તારા કરતાં વધારે કોઈ ડિઝર્વ કરતું નથી.'
કંગનાના આ જવાબ પર સો.મીડિયા યુઝર્સે અનેક તર્ક કર્યા છે. કેટલાક યુઝર્સ આને કંગનાનું મોટાપણું ગણાવી રહ્યા છે. તો કેટલાક કહે છે કે જે અંદાજમાં કંગનાએ જવાબ આપ્યો એ રીતે તેણે તાપસીને આડેહાથ લીધી છે. ઉલ્લેખીય છે કે કંગનાને હાલમાં જ 'પંગા' તથા 'મણિકર્ણિકા' માટે ચોથીવાર નેશનલ અવૉર્ડ મળ્યો હતો. આ પહેલાં કંગનાને 'ફેશન', 'ક્વીન', 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' માટે નેશનલ અવૉર્ડ મળ્યો હતો.
કંગનાની 'થલાઈવી' હાલ રિલીઝ નહીં થાય
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગનાની ફિલ્મ 'થલાઈવી' 23 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી, જોકે કોરોનાના વધતા કેસને કારણે ફિલ્મ રિલીઝ થશે નહીં. કંગના 'ધાકડ' તથા 'તેજસ'નું હાલમાં શૂટિંગ કર્યું હતું. તાપસી પન્નુ હાલમાં ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક 'શાબાશ મિથ્થુ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.
કંગના-તાપસી વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોય છે
કંગનાએ તાપસીને પોતાની સસ્તી કૉપી ગણાવી હતી. કંગના અવારનવાર સો.મીડિયામાં તાપસી પન્નુને આડેહાથ લેતી હોય છે; સામે તાપસી પણ જડબાતોડ જવાબ આપતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.