વાઇરલ વીડિયો:રાજુ શ્રીવાસ્તવના અવસાનનો સવાલ તાપસી પન્નુએ અવગણ્યો, ફોટોગ્રાફર્સને કહ્યું- 'પાછળ હટો..'

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે 21 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 58 વર્ષીય રાજુના અવસાનથી ચાહકો ને સેલેબ્સ આઘાતમાં છે. સો.મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હવે બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુને રાજુના અવસાન અંગે સવાલ કરવામાં આવ્યો હતો.

ફોટોગ્રાફર્સ પર ભડકી
તાપસી પન્નુને જોતા જ ફોટોગ્રાફર્સ ઘેરાઈ વળ્યા હતા. તાપસીને રાજુ શ્રીવાસ્તવના અવસાન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેટલાક ફોટોગ્રાફર્સે તાપસીનો રસ્તો બ્લોક કરી દીધો હતો. આ જોઈને તાપસી ગુસ્સે થઈ ગઈ હતી અને આગળ વધવાનો પ્રયાસ કરતી હતી.

ફોટોગ્રાફર્સે તાપસીનો રસ્તો બ્લોક કરતાં તે ગુસ્સામાં આવી જાય છે અને બોલે છે, 'અરે ભાઈ સાહબ..આપ એક મિનિટ.. આપ પછી હટિયે.. આપ એસે મત કરિયે...થોડા હટિયે, પીછે હટિયે...'ફોટોગ્રાફર્સના વર્તનથી નારાજ થયેલી તાપસીએ રાજુ શ્રીવાસ્તવના અવસાન અંગેનો સવાલ અવગણ્યો હતો અને સીધી નીકળી ગઈ હતી.

સો.મીડિયામાં વીડિયો વાઇરલ
તાપસી પન્નુનો આ વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. ઘણાં યુઝર્સે તાપસીને સપોર્ટ કર્યો છે તો કેટલાંકે તાપસીને ટ્રોલ કરી છે. એક યુઝરે કહ્યું હતું, 'આ લોકોને આટલો ભાવ આપવાનું બંધ કરો.' અન્ય એકે કહ્યું હતું, 'આટલો બધો એટીટ્યૂડ..'

હાલમાં જ તાપસી નારાજ થઈ હતી
તપાસી OTT પ્લે અવૉર્ડસ 2022માં આવી હતી. રેડ કાર્પેટ પર મીડિયા સાથેની વાતચીત દરમિયાન તાપસીને ફિલ્મ 'દોબારા'ને મળેલા નેગેટિવ રિવ્યૂ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. સવાલ સાંભળીને તપાસીએ કહ્યું હતું કે કઈ ફિલ્મ વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું નથી? રિપોર્ટર પોતાની વાત કરે તે પહેલાં જ તાપસીએ સવાલ કર્યો હતો, 'તમે મારી વાતનો જવાબ આપો, હું તમારા સવાલનો જવાબ આપીશ. કઈ ફિલ્મ વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું નહોતું. પછી રિપોર્ટરે કહ્યું હતું કે ક્રિટિક્સે પણ નેગેટિવ વાતો કહી હતી અને નેગેટિવ કેમ્પેઇન ચલાવ્યું હતું.

આ વાત સાંભળીને તાપસી નવાઈમાં મૂકાઈ ગઈ હતી. તેણે ગુસ્સામાં કહ્યું હતું, 'તમે સવાલ પૂછતા પહેલાં હોમવર્ક કરો. હવે જ્યારે પણ મને સવાલ પૂછો ત્યારે રિસર્ચ કરીને આવજો. પછી આ જ લોકો કહે છે કે એક્ટર્સમાં વિવેક નથી. બૂમો ના પાડો.' તાપસીનો આ વીડિયો વાઇરલ થયો છે. ઘણાં યુઝર્સે તાપસીને એરોગન્ટ કહી હતી. ઘણાં યુઝર્સે સવાલ કર્યો હતો કે તાપસી હંમેશાં કેમ ગુસ્સામાં રહે છે?

ગયા મહિને પણ ગુસ્સે થઈ હતી
તાપસી પન્નુ ગયા મહિને મુંબઈની મીઠીબાઈ કોલેજમાં ફિલ્મ પ્રમોટ કરવા આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાપસી ઇવેન્ટમાં મોડી પહોંચી હતી. ફોટોગ્રાફર્સ લાંબા સમયથી રાહ જોતા હતા. એક્ટ્રેસ જ્યારે કોલેજ આવી ત્યારે તેણે ફોટો આપવાની ના પાડી દીધી હતી. પછી ફોટોગ્રાફર્સે ફરિયાદ કરી તો તે ભડકી ગઈ હતી. તાપસી ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા વગર જ સીધી અંદર જતી રહી હતી. પાછળ ફોટોગ્રાફર્સ તેના નામની બૂમો પાડીને ફોટો ક્લિક કરાવવાનું કહે છે.

તાપસીએ કહ્યું હતું, 'મને જે કહેવામાં આવ્યું એ હું કરું છું. તમે મારી પર કેમ બૂમો પાડો છો? મારી સાથે સભ્યતાથી વાત કરો. હું મારું કામ કરી રહી છું. મને જ્યાં બોલાવવામાં આવે છે ત્યાં હું સમયસર જ જાઉં છું. તમે મારી સાથે સભ્યતાથી વાત કરશો તો હું પણ સભ્યતાથી વાત કરીશ.' આ દરમિયાન તાપસીની ટીમ તેને શાંત પાડવાનો પ્રયાસ કરે છે. તાપસી ફોટોગ્રાફરને કહે છે, 'કેમેરો તો મારી પર છે, તો મારી જ બાજુ દેખાશે. કેમેરો તમારી પર હોત તો ખબર પડત કે તમે મારી સાથે કેવી રીતે વાત કરો છો.' છેલ્લે તાપસી હાથ જોડીને કહે છે, 'તમે જ હંમેશાં સાચા છો, એક્ટર હંમેશાં ખોટા હોય છે.'

અન્ય સમાચારો પણ છે...