ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ક્રિકેટર તથા કેપ્ટન મિતાલી રાજના જીવન પર આધારિત ફિલ્મ 'શાબાશ મિઠ્ઠૂ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. નાનપણથી મિતાલીએ જે સપનું જોયું હતું તેને કેવી રીતે પૂરું કર્યું તેની ઝલક ટ્રેલરમાં જોવા મળી છે.
ટ્રેલરમાં તાપસી પન્નુનો જોશ જોવા મળ્યો
તાપસી પન્નુએ લીડ રોલ પ્લે કર્યો છે. ટ્રેલરમાં તાપસીનો જોશ, ઉત્સાહ અને લગન જોવા મળે છે. મિતાલી માટે આ સફર સહેજ પણ સરળ નહોતી. તેની પાસે હિંમત હતી, પરંતુ તેણે આ માટે ઘણો જ સંઘર્ષ કર્યો છે.
ફિલ્મમાં દમદાર સંવાદો
ટ્રેલરમાં 'નજરિયા બદલો, ખેલ બદલ ગયા હૈ', 'મેન ઇન બ્લૂ કી તરહ હમારી ભી એક ટીમ હોગી વીમેન ઇન બ્લૂ', 'યે ભી જિંદગી કી તરહ હૈ યહાં સારે દર્દ છોટે હૈ બસ ખેલના બડા હૈ' સહિતના દમદાર સંવાદો સાંભળવા મળ્યા છે.
15 જુલાઈએ રિલીઝ થશે
ફિલ્મમાં ઝૂલન ગોસ્વામીના રોલમાં મુમતાઝ સરકાર જોવા મળે છે. વિજય રાજે મિતાલીના નાનપણના કોચની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 15 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મને શ્રીજીત મુખર્જીએ ડિરેક્ટ કરી છે, પ્રિયા અવને લખી છે અને વાયકોમ 18એ પ્રોડ્યૂસ કરી છે.
નોંધનીય છે કે અનુષ્કા શર્મા પણ મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીની બાયોપિક 'ચકડા એક્સપ્રેસ'માં કામ કરી રહી છે. અનુષ્કાએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.