ટીઝર:તાપસી-વિક્રાંત સ્ટારર 'હસીન દિલરૂબા'માં જોવા મળ્યા 'પ્યાર કે તીન રંગ, ખૂન કે છીંટો કે સંગ'

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'હસીન દિલરૂબા' 2 જુલાઈના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે

તાપસી પન્નુ, વિક્રાંત મેસી તથા હર્ષવર્ધન રાણેની અપકમિંગ ફિલ્મ 'હસીન દિલરુબા'નું ટીઝર લૉન્ચ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ 2 જુલાઈએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે

ટીઝર શૅર કરીને વિક્રાંતે કહી આ વાત
વિક્રાંતે સો.મીડિયામાં ટીઝર શૅર કરીને કહ્યું હતું, 'પ્યાર કે તીન રંગ, ખૂન કે છીંટો કે સંગ..હસીન દિલરૂબા..ધ અલ્ટીમેટકોન્સપાઈરસી.' ટીઝરમાં વિક્રાંત પઝેસિવ પતિ તરીકે જોવા મળે છે. તાપસી, હર્ષ તથા વિક્રાંતના લવ ટ્રાંયગલને પ્રેમનું અલગ જ રૂપ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટીઝરમાં પ્રેમના ત્રણ શેડ્સ જુનૂન, લસ્ટ તથા વિશ્વાસઘાતને બખૂબી બતાવવામાં આવ્યા છે.

કોરોનાને કારણે બીજી લહેરને કારણે અનેક બિગ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. ઘણી ફિલ્મ રી શિડ્યૂઅલ થઈ રહી છે. કેટલીક ફિલ્મ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ 'રાધે' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

'હસીન દિલરૂબા'ની વાત કરીએ તો વિનિલ મેથ્યુના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને આનંદ એલ રાયના પ્રોડક્શન હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ મોડું શરૂ થયું હતું અને ફિલ્મ ઓક્ટોબર, 2020માં બનીને તૈયાર થઈ હતી. હવે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.