બોલિવૂડમાં કોરોના:સ્વરા ભાસ્કરની માતા ઇરા અને કૂક કોરોના પોઝિટિવ, ટાર્ઝન ફિલ્મનો એક્ટર વત્સલ શેઠ પણ કોવિડની ઝપેટમાં

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ પણ દેશના બીજા રાજ્યોની જેમ કોરોના સંક્રમણનો સામનો કરી રહ્યું છે. ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ તેની ઝપેટમાં આવી ગયા છે. સોમવારે સ્વરા ભાસ્કરની માતા ઈરા ભાસ્કર અને કૂક પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમજ ટાર્ઝન ફિલ્મથી ડેબ્યુ કરનાર વત્સલ શેઠ પણ કોરોના પોઝિટિવ છે.

વત્સલે લખ્યું- હું પણ પોઝિટિવ થઈ ગયો
ટાર્ઝન ફિલ્મના એક્ટર વત્સલ શેઠે પણ પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તે હોમ આઈસોલેશનમાં છે. વત્સલ સિવાય આશુતોષ રાણા, પરિધિ શર્મા, સમીરા રેડ્ડી પણ કોરોના પોઝિટિવ છે. સમીરાનો પતિ અને બાળકો પણ કોરોના પોઝિટિવ છે. જેની જાણકારી સમીરાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ દ્વારા શેર કરી છે. તો બીજી તરફ શક્તિમાન ફેમ મુકેશ ખન્નાના મોટા ભાઈ સતિષ ખન્નાનું પણ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયું.

મહારાષ્ટ્રમાં સંક્રમણની અત્યારની સ્થિતિ
મહારાષ્ટ્રમાં કોરોના કંટ્રોલની બહાર થઈ રહ્યો છે. 24 કલાકમાં અહીં 68 હજાર 631 નવા કેસ સામે આવ્યા છે. મહામારી શરૂ થયા બાદ કોઈ રાજ્યમાં એક દિવસમાં સંક્રમણનો આ સૌથી મોટી આંકડો છે. worldometerના અનુસાર, નવા દર્દીઓના કેસમાં મહારાષ્ટ્ર વિશ્વમાં પ્રથમ નંબરે પહોંચી ગયું છે. 24 કલાકમાં ટોપ 3માં રહેલા અમેરિકા, બ્રાઝિલ, અને ફ્રાન્સને પણ પાછળ છોડી દીધા.

મહારાષ્ટ્રમાં દર કલાકે લગભગ 2 હજાર 859 લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને દર ત્રણ મિનિટે એક દર્દી મરી રહ્યો છે. મૃતકોની કુલ સંખ્યા પણ 60 હજારને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 503 લોકો મૃત્યુ પામ્યા છે. દુનિયાના 209 દેશોમાંથી સૌથી વધારે મૃત્યુ માત્ર મહારાષ્ટ્રમાં થયા છે.