સ્વરાએ ફરી ભડકો કર્યો:‘હિંદુત્વનો આતંક કંઈ તાલિબાની આતંક કરતાં કમ નથી’, એક ટ્વીટથી સ્વરા ભાસ્કરે વિવાદનો વોલ્કેનો સળગાવ્યો, અરેસ્ટની માગ થઈ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્વરા ભાસ્કરે અફઘાનિસ્તાનની પરિસ્થિતિની વાત કરતાં વચ્ચે હિંદુત્વનો મુદ્દો ઉઠાવ્યો.

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પોતાના એન્ટિ એસ્ટાબ્લિશમેન્ટ નિવેદનોને કારણે અવારનવાર સો.મીડિયામાં ટ્રોલ થતી હોય છે. સ્વરાએ હાલમાં અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા તાલિબાની કબ્જાના મુદ્દે પોતાની વાત કહી હતી. એમાં સ્વરાએ તાલિબાની આતંકીઓ સાથે હિંદુત્વની તુલના કરી હતી. આ વાતે સ્વાભાવિક રીતે જ સો.મીડિયા યુઝર્સમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. આ જ કારણે સ્વરા ભાસ્કરની ધરપકડની માગ કરતો હેશટેગ #ArrestSwaraBhasker સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યો હતો.

શું કહ્યું સ્વરાએ?
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત લગભગ આખા દેશ પર તાલિબાની આતંકવાદીઓએ પોતાનો કબ્જો જમાવી લીધો છે. અફઘાનીઓ દેશ છોડવા માટે પડાપડી કરી રહ્યાં છે. એરપોર્ટ બસ સ્ટેશન હોય તે રીતે ઉભરાઈ ગયાં છે. સો.મીડિયામાં પણ અફઘાનિસ્તાન અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ દરમિયાન સ્વરા ભાસ્કરે સો.મીડિયામાં તાલિબાની આતંકીઓની તુલના હિંદુત્વ સાથે કરીને નવા વિવાદનો મધપૂડો છંછેડી દીધો હતો.

સ્વરાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે, 'આપણે હિંદુત્વ આતંકને ક્યારેય સ્વીકારી શકીએ નહીં અને તાલિબાન આતંકથી તમામ લોકો આઘાતમાં છે. આપણે તાલિબાની આતંક સામે શાંતિથી બેસી શકી નહીં અને પછી હિંદુત્વ આતંકની વાત આવે ત્યારે ગુસ્સે થઈ જઈ છીએ. આપણાં માનવીય મૂલ્યો તથા નૈતિકતા પીડિત કે શોષણ કરનારની ઓળખ પર આધારિત હોવી જોઈએ નહીં.'

સો.મીડિયા યુઝર્સ નારાજ
સો.મીડિયામાં સ્વરાની આ પોસ્ટ વાઇરલ થતાં જ તેની ચારેબાજુથી ટીકા કરવામાં આવી રહી છે. યુઝર્સ એ હદે ગુસ્સે જોવા મળ્યા કે તેની ધરપકડ કરવાની માગણી કરવા લાગ્યા. સો.મીડિયામાં #ArrestSwaraBhasker ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

યુઝર્સે શું પ્રતિક્રિયા આપી?

સ્વરા સોશિયલ મીડિયામાં અવાર-નવાર ટ્રોલ થાય છે
પોતાનાં બોલ્ડ નિવેદનો અને એન્ટિ એસ્ટાબ્લિશમેન્ટ સ્ટેન્ડને કારણે અભિનેત્રી સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયામાં અવાર-નવાર ટ્રોલ થતી રહે છે. લોકસભા ચૂંટણી સમયે સ્વરાએ ‘આપ’ તથા ‘કોંગ્રેસ’નો પ્રચાર કર્યો હતો. તે સમયે પણ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ખાસ્સી ટ્રોલ કરી હતી.

2 વર્ષ પહેલાં બ્રેકઅપ થયું

રઘુ કર્નાડ પત્રકાર તથા રાઈટર છે.
રઘુ કર્નાડ પત્રકાર તથા રાઈટર છે.

સ્વરા ભાસ્કર છેલ્લે 2018માં બોલિવૂડ ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં જોવા મળી હતી. ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વરાની 'હેલ્લો મિનિ', 'રસભરી', 'ફ્લેશ' તથા 'ભાગ બિન્ની ભાગ' સ્ટ્રિમ થઈ હતી. ત્રણેક વર્ષ પહેલાં સ્વરા તથા રાઇટર હિમાંશુ શર્માના સંબંધોનો અંત આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્વરા અને હિમાંશુ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરતાં હતાં. જોકે, હવે તેઓ પોતાના સંબંધને આગળ લઈ જવા માગતા નહોતાં. હાલમાં બંને સારા મિત્રો છે અને એકબીજા સાથે વાત કરે છે. ચર્ચા છે કે સ્વરા આજકાલ સ્વ. એક્ટર ગિરીશ કર્નાડના દીકરા રઘુ કર્નાડને ડેટ કરે છે. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના રિલેશનશિપ પર કોઈ વાત કરી નથી.