સ્વરા ભાસ્કર તથા ફહાદ અહમદે 16 માર્ચે દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં રાજકીય જગતની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી, જેમાં રાહુલ ગાંધી, શશિ થરુર, અરવિંદ કેજરીવાલ તથા અખિલેશ યાદ સહિતના રાજનેતાઓ આવ્યા હતા. રાજ્યસભાના સાંસદ તથા એક્ટ્રેસ જયા બચ્ચન પણ જોવા મળ્યાં હતાં.
તસવીરોમાં સ્વરા-ફહાદનું રિસેપ્શન...
હવે બરેલીમાં બીજું રિસેપ્શન યોજાશે
દિલ્હી બાદ બરેલીમાં ફહાદના ઘરે બીજું રિસેપ્શન યોજવામાં આવશે. આ રિસેપ્શન બરેલીના નૈનીતાલ રોડ સ્થિત નિર્વાના રિસોર્ટમાં યોજાશે. મહેમાનોનું લાંબું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ રિસેપ્શનમાં અંદાજે 1000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મહેમાનો માટે હોટલમાં 19 રૂમ બુક
19 માર્ચે સ્વરા-ફહાદના રિસેપ્શનમાં મુંબઈ તથા દિલ્હીથી આવનારા ખાસ મહેમાનો માટે 19 રૂમ બુક કરવામાં આવ્યા છે, જેમાં બે સ્વીટ રૂમ બુક છે.
કોણ છે ફહાદ અહમદ?
2 ફેબ્રુઆરી, 1992માં ઉત્તરપ્રદેશના બહેરીમાં જન્મેલા ફહાદના પિતાનું નામ ઝિરાર અહમદ છે. ફહાદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. ત્યારબાદ તે મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સમાં M.Phil કર્યું હતું. વર્ષ 2017 તથા 2018માં ફહાદ અહીંયાં વિદ્યાર્થી સંગઠનનો મહાસચિવ બન્યો હતો. હાલમાં તે અહીંથી Ph.Dનો અભ્યાસ કરી રહ્યો છે.
સમાજવાદી પાર્ટીનો નેતા
ફહાદે જુલાઈ, 2022માં અબુ આસિમ આઝમી તથા રઈસ શેખની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો. સમાજવાદી પાર્ટીમાં તે મહારાષ્ટ્ર તથા મુંબઈની યુવાજન સભાનો અધ્યક્ષ છે.
વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં રહ્યો હતો
વર્ષ 2017-18માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ (TISS)ના વિદ્યાર્થી સંગઠનમાં મહાસચિવ બનતા ફહાદ પહેલીવાર ચર્ચામાં આવ્યો હતો. તેણે મુંબઈમાં CAA વિરુદ્ધના દેખાવામાં ભાગ લીધો હતો અને રેલીઓ પણ કાઢી હતી. ફહાદે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વનડે સિરીઝમાં મૌન વિરોધમાં ભાગ લીધો હતો. ફહાદે યુનિવર્સિટીના ચેરપર્સન એસ રામાદુરઈના હાથે M.Philની ડિગ્રી લેવાની ના પાડી દીધી હતી. આ કારણે ઇન્સ્ટિટ્યૂટે તેને ક્લિયરન્સ આપવાની ના પાડી દીધી હતી.
ઘણી લોકપ્રિય ફિલ્મમાં કામ કર્યું છે
સ્વરાએ 'ગુઝારિશ'માં સાઇડ રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ તે 'તનુ વેડ્સ મનુ', 'રાંઝણા', 'વીરે દી વેડિંગ' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તે વેબ સિરીઝ 'રસભરી'માં જોવા મળી હતી. તે છેલ્લે 'જહાં ચાર યાર'માં જોવા મળી હતી. અપકમિંગ ફિલ્મ 'મિમાંસા' છે. આ ઉપરાંત તે 'મિસિસ ફલાની'માં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.