એક્સ વાઈફે ગર્લફ્રેન્ડની પ્રશંસા કરી:સુઝેન ખાને હૃતિક રોશનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સબા આઝાદના વખાણ કર્યા, લખ્યું- સબા તું સુપર કૂલ અને સુપર ટેલેન્ટેડ છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને તેની એક્સ-વાઈફ સુઝેન ખાન તલાક પછી પણ એક સારું બોન્ડ શેર કરે છે. સુઝેન અંગે એવું કહેવામાં આવે છે કે તે અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે, તેમજ હૃતિક તાજેતરમાં સબા આઝાદની સાથે ડિનર ડેટને લઈને ચર્ચામાં આવ્યો હતો. હવે આ દરમિયાન સુઝેને સોશિયલ મીડિયા પર સબાના એક પરફોર્મન્સના વખાણ કર્યા છે.

સુઝેને સબાના પરફોર્મન્સના વખાણ કર્યા
સુઝેને પોતાની સોશિયલ મીડિયા સ્ટોરી પર સબા આઝાદના સિંગિંગ પરફોર્મન્સના વખાણ કરતા લખ્યું, "કેટલી અદ્ભુત સાંજ છે. સબા તું સુપર કુલ અને સુપર ટેલેન્ટેડ છે." સબાએ સુઝેનની પોસ્ટને રી-શેર કરતા તેનો આભાર માન્યો અને લખ્યું, "થેંક્યુ..મારી સુજી ગઈકાલે રાત્રે તું ત્યાં હતી, તેથી હું ઘણી ખુશ છું."

સબા નસીરુદ્દીન શાહના પુત્ર સાથે લિવ-ઈનમાં રહેતી હતી
થોડા દિવસ પહેલા જ હૃતિકને સબાની સાથે ડિનર ડેટ પછી સ્પોટ કરવામાં આવી હતી. વાઈરલ વીડિયોમાં હૃતિક સબાને ફોટોગ્રાફર્સથી બચાવતા કારમાં બેસાડતો જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન બંનેએ એકબીજાનો હાથ પકડેલો હતો. ફોટો અને વીડિયો આવ્યા બાદ બંનેના સંબંધો ચર્ચામાં આવ્યા હતા.

હૃતિક પહેલા સબાનું નામ એક્ટર ઈમાદ શાહ સાથે જોડાઈ ચૂક્યું છે. ઈમાદ નસીરુદ્દીન શાહનો દીકરો છે, જેની સાથે સબા વર્ષો પહેલા લિવ-ઈનમાં હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મો અને ગીતો સિવાય સબાની પાસે ઘણી કોમર્શિયલ એડ છે. સબા કેડબરી, પોન્ડ્સ, મેગી, ટાટા સ્કાય, ગૂગલ, કિટ-કેટ, વોડાફોન, સનસિલ્ક, નેસ્કેફે, એરટેલની એડમાં જોવા મળી ચૂકેલ છે.

હૃતિક પહેલા સબાનું નામ એક્ટર ઈમાદ શાહ સાથે જોડાઈ ચૂક્યું છે.
હૃતિક પહેલા સબાનું નામ એક્ટર ઈમાદ શાહ સાથે જોડાઈ ચૂક્યું છે.
અન્ય સમાચારો પણ છે...