તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિક્રિયા:સુઝેન ખાને ફોટો શૅર કરીને પોતાને છોકરો ગણાવ્યો, પૂર્વ પતિ રીતિકની રસપ્રદ કમેન્ટ

મુંબઈ2 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટર રીતિક રોશનની પૂર્વ પત્ની તથા ઈન્ટિરિયર ડિઝાઈનર સુઝેન ખાન સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. તે નિયમિત રીતે ફોટો તથા વીડિયો ચાહકો સાથે શૅર કરે છે. હાલમાં જ સુઝેને પોતાની એક તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીર પર પૂર્વ પતિ રીતિકે રસપ્રદ કમેન્ટ કરી હતી.

ક્યારેક-ક્યારેક વિચારું છું કે હું છોકરો છું
સુઝેન ખાને પોતાની તસવીર શૅર કરી હતી, જેમાં તે બ્લેક જીન્સ તથા વ્હાઈટ શર્ટ, વ્હાઈટ સ્નીકરમાં જોવા મળે છે. આ તસવીર પર સુઝેને કેપ્શન આપ્યું હતું, 'ક્યારેક ક્યારેક હું વિચારું છું કે હું એક છોકરો છું. વેડનેસડે મૂડ.' આ તસવીર પર કમેન્ટ કરતાં રીતિક રોશને કહ્યું હતું, 'હાહાહા...નાઈસ પિક.' રીતિકની આ કમેન્ટ્સ યુઝર્સે લાઈક કરી હતી.

સુઝેનની સો.મીડિયા પોસ્ટ
સુઝેનની સો.મીડિયા પોસ્ટ

ડિવોર્સ બાદ પણ રીતિક-સુઝેન વચ્ચે સારું બોન્ડિંગ
સુઝેનના આ તસવીર પર ઘણાં ચાહકો તથા સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. રીતિક તથા સુઝેનના ડિવોર્સ થઈ ગયા છે. તેમ છતાંય બંને વચ્ચે સારું બોન્ડિંગ છે. બંને બાળકોનું પૂરું ધ્યાન રાખે છે. આટલું જ નહીં, સો.મીડિયામાં એકબીજાની તસવીરો તથા વીડિયો પર કમેન્ટ્ પણ કરે છે.

અલી ગોનીના ભાઈ અર્સલાનને ડેટ કરતી હોવાની ચર્ચા
રિપોર્ટ પ્રમાણે, સુઝેન હાલમાં એક્ટર અર્સલાન ગોનીને ડેટ કરે છે. અર્સલાન 'બિગ બોસ 14'માં ભાગ લેનાર અલી ગોનીનો ભાઈ છે. કહેવાય છે કે 42 વર્ષીય સુઝેન છેલ્લાં છ મહિનાથી અર્સલાનને ઓળખે છે. બંનેની પહેલી મુલાકાત કોમન મિત્રના માધ્યમથી થઈ હતી. જોકે, બંનેએ હજી સુધી પોતાના સંબંધો અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

સુઝેન લગ્નના 13 વર્ષ બાદ અલગ થઈ
રીતિક તથા સુઝેને 20 ડિસેમ્બર, 2000માં લગ્ન કર્યાં હતાં. બંને બે દીકરાઓ રેહાન તથા રિધાન છે. 13 વર્ષ સાથે રહ્યા બાદ ડિસેમ્બર 2013માં બંને અલગ થયા હતા. નવેમ્બર, 2014માં ડિવોર્સ થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો