'લાઇગર'ના ડિરેક્ટર-પ્રોડ્યૂસર મુશ્કેલીમાં:ફિલ્મમાં વિદેશી ફંડિગ થયું હોવાની શંકા, EDએ 12 કલાક સુધી પૂછપરછ કરી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

'લાઇગર' ફિલ્મના ડિરેક્ટર પુરી જગન્નાથ તથા પ્રોડ્યૂસર ચાર્મી કૌરની હાલમાં જ EDએ પૂછપરછ કરી હતી. EDએ બંનેને 'લાઇગર'ના ફંડિગ અંગે સવાલો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, EDને શંકા છે કે 'લાઇગર' ફિલ્મમાં વિદેશી ફંડિગ થયું છે. બંનેને ફિલ્મના ફાઇનાન્સ અંગે માહિતી આપવા બોલાવ્યા હતા.

12 કલાક સુધી પૂછપરછ થઈ
મળતી માહિતી પ્રમાણે, 'લાઇગર' ફિલ્મ બનાવા માટે વિદેશથી પૈસા મગાવવામાં આવ્યા હતા. આ 1999ના ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનું ઉલ્લંઘન છે. હવે ફિલ્મનું ફંડિગ કોણે કર્યું તેની તપાસ માટે ડિરેક્ટર પુરી તથા પ્રોડ્યૂસર ચાર્મીની પૂછપરછ કરવામાં આવી હતી. EDના અધિકારીઓએ અંદાજે 12 કલાક સુધી બંનેને વિવિધ જાતના સવાલો પૂછ્યા હતા.

રાજકારણીઓના પૈસા હોવાની આશંકા
EDના અધિકારીઓ એ જાણવા માગે છે કે ફિલ્મમાં કઈ કંપની અથવા તો કઈ વ્યક્તિએ પૈસા રોક્યા હતા. EDના અધિકારીઓને વિશ્વાસ છે કે ફિલ્મનું ફંડિગ વિદેશમાં જ થયું છે. અધિકારીઓને આ વાતની પણ આશંકા છે કે કેટલાંક રાજકારણીઓએ પોતાનું કાળું નાણુ છુપાવવા ફિલ્મને ફંડિગ કર્યું છે.

બોક્સ ઓફિસ પર ફ્લોપ હતી
દર્શકોને ફિલ્મ 'લાઇગર' સહેજ પણ ગમી નહોતી. આ ફિલ્મ 25 ઓગસ્ટ, 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. 100 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માત્ર 66 કરોડની કમાણી કરી શકી હતી. ફિલ્મમાં વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડે લીડ રોલમાં હતા.

અન્ય સમાચારો પણ છે...