બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને સાત માર્ચના રોજ સો.મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે સ્ટ્રેચિંગ કરતી જોવા મળી હતી. સુષ્મિતાએ હોળીની શુભેચ્છા આપીને કહ્યું હતું કે તેના વર્કઆઉટને કાર્ડિયોલૉજિસ્ટે અપ્રૂવ કર્યું છે. સુષ્મિતાને 27 ફેબ્રુઆરીના રોજ હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. અહીંયા તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
તસવીર શૅર કરીને શું કહ્યું?
સુષ્મિતાએ વર્કઆઉટની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'વ્હીલ ઑફ લાઇફ. આ મારા કાર્ડિયલૉજિસ્ટે અપ્રૂવ કર્યું છે. સ્ટ્રેચિંગ શરૂ થઈ ગયું છે. મજા આવે છે. આ મારી હેપ્પી હોલી છે. તમારી કેવી છે?'
એન્જિયોપ્લાસ્ટી બાદ પહેલી માર્ચે સુષ્મિતાને રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ એક્ટ્રેસે સો.મીડિયામાં ચાહકોને આ અંગે માહિતી આપી હતી.
સુષ્મિતાએ શું કહ્યું હતું?
એક્ટ્રેસે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, તમારા હાર્ટને હંમેશાં ખુશ ને સ્ટ્રોંગ રાખો, કારણ કે જ્યારે તમને આની સૌથી વધુ જરૂર હશે ત્યારે તે તમારી સાથે ઊભું રહેશે. મને થોડા દિવસ પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો. એન્જિયોપ્લાસ્ટી થઈ અને સ્ટેન્ટ પણ મૂકવામાં આવ્યું. મારા ડૉક્ટરે કહ્યું હતું કે મારું હાર્ટ ઘણું જ સ્ટ્રોંગ છે અને તેણે સમય પર મદદ કરી અને આ સાથે જ યોગ્ય સમયે જરૂર પગલાં લીધાં. તે માટે હૃદયપૂર્વક આભાર. આ પોસ્ટ મારા ચાહકો માટે છે. હું તેમને ખુશખબર આપવા માગું છું કે હવે હું એકદમ ઠીક છું. ફરીથી નવું જીવન જીવવા માટે તૈયાર છું.
શૂટિંગ દરમિયાન બીમાર પડી
સુષ્મિતા અપકમિંગ પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત હતી. તેને સેટ પર જ અસહજ ફીલ થયું હતું. સેટ પર હાજર ડૉક્ટરે સુષ્મિતાને તપાસી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું. અહીંયા ડૉક્ટરે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કહ્યું હતું અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. સુષ્મિતાને હાર્ટમાં 95% બ્લોકેજ હતું.
ફિટેસ્ટ એક્ટ્રેસિસમાંથી એક
47 વર્ષીય સુસ્મિતા સેન પોતાની ફિટેસ્ટ એક્ટ્રેસમાંથી એક છે. તે સો.મીડિયામાં અવાર-નવાર ફિટનેસ વીડિયો ને તસવીરો શૅર કરતી હોય છે. ઉલ્લેખનીય છે કે સુસ્મિતાએ બે દીકરીઓ રીની તથા અલીશા દત્તક લીધી છે.
એક્ટ્રેસનું બોલિવૂડ કરિયર
સુસ્મિતા સેન 1994માં મિસ યુનિવર્સ બની હતી. તેણે 1996માં ફિલ્મ 'દસ્તક'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. તેણે 'બીવી નંબર 1', 'ડૂ નોટ ડિસ્ટર્બ', 'મૈં હૂં ના', 'મૈંને પ્યાર ક્યોં કિયા' તથા 'તુમકો ના ભૂલ પાએંગે' તથા 'નો પ્રોબ્લમ' જેવી ફિલ્મમાં એક્ટિંગ કરી છે. સુસ્મિતા છેલ્લે વેબસિરીઝ 'આર્યા 2'માં જોવા મળી હતી. હવે તે 'આર્યા 3'માં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.