સુશાંત ડેથ કેસ:બહેન મીતુની ચેતવણી- મારા ભાઈના મૃત્યુને પૈસા કમાવાનું સાધન નથી બનાવ્યું અને ન તો કોઈ બીજાને આવું કરવા દઈશું

એક વર્ષ પહેલા
સુશાંત સિંહ રાજપૂતની બહેનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું હતું, જ્યારે તેમના પરિવાર તરફથી ન્યાય ધ જસ્ટિસનું રિલીઝ રોકવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
  • સુશાંત સિંહ રાજપૂતની મોટી બહેન મીતુ સિંહે ગુરુવારે એક ચેતવણી જાહેર કરી છે
  • મીતુએ એમ પણ કહ્યું હતું, તેમના પરિવારે સુશાંત સાથે સંબંધિત કોઈ ફિલ્મ, મૂવી, બુક અને બિઝનેસને એના માટે મંજૂરી નથી આપી

સુશાંત સિંહ રાજપૂતની મોટી બહેન મીતુ સિંહે ગુરુવારે એક ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી સુશાંતના નામે ફંડ એકઠું કરનાર લોકો માટે હતી. મીતુએ એમ પણ કહ્યું હતું કે તેમના પરિવારે સુશાંત સાથે સંબંધિત કોઈ ફિલ્મ, મૂવી, બુક અને બિઝનેસ માટે મંજૂરી નથી આપી.

તો બીજી તરફ NCBની પૂછપરછમાં સિદ્ધાર્થ પિઠાનીએ સેમ્યુઅલ મીરાંડાનું નામ લીધું છે, જે સુશાંતની વધુ નજીક હતો.

દર્દનાક ઘટનાનો ફાયદો ઉઠાવી રહ્યા છે લોકો મીતુએ કહ્યું- દુર્ભાગ્યપણે એ જોવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે, જે અમાનવીય કામ છે, જેની અપેક્ષા નહોતી. આવા તમામ લોકોએ પોતાની અંદર ડોકિયું કરીને જોવું જોઈએ. અમે બધાને કહેવા માગીએ છીએ કે અમારા પરિવારે કોઈને પણ સત્તાવાર રીતે SSRના નામે ફંડ એકઠું કરવાનું નથી કહ્યું. અમારા પરિવારની આ દર્દનાક ઘટનાને લાભ કમાવાનું સાધન નથી બનાવ્યું અને ન તો બીજા કોઈને આવું કરવા દઈશું.

સિદ્ધાર્થે મીરાંડાનું નામ લીધું
તો બીજી તરફ 29 મેના રોજ હૈદરાબાદમાંથી ધરપકડ કરવામાં આવેલા સિદ્ધાર્થ પિઠાનીએ પૂછપરછમાં NCBની સામે સેમ્યુઅલ મીરાંડાનું નામ લીધું છે. મીરાંડા સુશાંતનો હાઉસ મેનેજર હતો, જેને અગાઉની એજન્સીએ પૂછપરછ કરી હતી. સિદ્ધાર્થ દ્વારા ફરીથી નામ લેવામાં આવ્યું હોવાથી NCB ફરીથી મીરાંડાને સમન પાઠવશે. આ કેસમાં એજન્સી કેટલાક અન્ય લોકોને સમન મોકલીને પૂછપરછ માટે બોલાવશે. અત્યારે સિદ્ધાર્થ, નીરજ, કેશવ અને સુશાંતનો બોડીગાર્ડ NCBની રડાર પર છે.