તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડમાં ડ્રગ્સ:સુશાંતના મિત્ર યુવરાજે કહ્યું, સેટ પર અને પાર્ટીઓમાં કોકેન સામાન્ય વાત છે, બોલિવૂડમાં વીડ સિગરેટની જેમ પીવામાં આવે છે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવરાજે સંકેત આપ્યા કે ટોપ 10થી 15 એક્ટર્સમાં અક્ષય કુમારને છોડીને બધા ડ્રગ્સ લે છે. - Divya Bhaskar
યુવરાજે સંકેત આપ્યા કે ટોપ 10થી 15 એક્ટર્સમાં અક્ષય કુમારને છોડીને બધા ડ્રગ્સ લે છે.
  • યુવરાજે કહ્યું- ઇન્ડસ્ટ્રીના લોકો એક વાતાવરણ બનાવે છે અને તેમાં કામ કરવાનું પસંદ કરે છે
  • ડ્રગ્સ લેનારાના નામ જાહેર કરવા બાબતે યુવરાજે કહ્યું કે તેની પાસે કોઈ પુરાવા નથી

સુશાંત સિંહ રાજપૂતના નજીકના મિત્ર અને એક્ટર પ્રોડ્યુસર યુવરાજ એસ. સિંહે કહ્યું કે બોલિવૂડમાં ડ્રગ કલ્ચર માત્ર ફેમસ નથી પણ આ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેવાની એક રીત પણ છે. તેણે દાવો કર્યો કે મોટાભાગના A - લિસ્ટર્સ સ્ટાર્ડ કોકેનની લત ધરાવે છે.

યુવરાજે ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું કે, '1970ના દશકથી જ ડ્રગ્સ ચલણમાં છે. તે સમયે સોશિયલ મીડિયા ન હતું અને આટલું એક્સપોઝર ન હતું. પરંતુ અત્યારે છે. માટે આનો ખુલાસો થઇ રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો છે જે કોકેન લે છે. ઘણા એક્ટર્સ અને ફિલ્મમેકર્સ છે તે ડ્રગ્સ રેકેટમાં કામ કરી રહ્યા છે.'

બોલિવૂડમાં વીડ સિગરેટની જેમ ઉપયોગ થાય છે
'બેઈમાન લવ' ફિલ્મના હીરોએ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ ડ્રગ્સ બાબતે કહ્યું, 'વીડ સિગરેટ જેવું છે. કેમેરા પર્સનથી લઈને ટેક્નિશિયન સુધી સેટ પાર સામાન્ય રીતે બધા લોકો વીડ લે છે. બોલિવૂડ પાર્ટીઓમાં મુખ્ય ડ્રગ કોકેન છે. આ સિવાય MDMA છે, જેને LSD અથવા એસિડ પણ કહેવામાં આવે છે. કેટામાઇન પણ હોય છે. આ એકદમ હાર્ડ ડ્રગ્સ છે, તેની અસર 15થી 20 કલાક સુધી રહે છે. હું તો કહીશ કે ઇન્ડસ્ટ્રીમાં 5થી 8 એક્ટર્સ એવા છે જેના માટે ડ્રગ્સ છોડવા ઘણા જરૂરી છે નહીં તો તેઓ મરી જશે.'

ઘણીવાર ડ્રગ્સ સામે ધરવામાં આવ્યા
તેણે કહ્યું, 'મને ઘણીવાર ડ્રગ્સ સામે ધરવામાં આવ્યા છે. આ ઘણું સામાન્ય છે. ઘણા લોકો ડ્રગ્સ લે છે, પાર્ટીઓ કરે છે. ખરેખર આનાથી લોકોને કામ મળી રહ્યા છે. જો તમે સાચા લોકો, સાચા એક્ટર્સ અને ડિરેક્ટર્સ સાથે ડ્રગ્સ લો છો તો તમે એક લોબી અને એક કનેક્શન બનાવો છો. ઇન્ડસ્ટ્રીમાં આવી માનસિકતા કામ કરે છે. તે લોકો એક વાતાવરણ બનાવે છે અને તેમાં જ કામ કરવાનું પસંદ કરે છે.'

કરણ જોહરની હાઉસ પાર્ટીને લઈને સવાલ ઉઠાવ્યા
શું તેઓ ડ્રગ્સ લેનારાઓન નામ જાહેર કરી શકે આ બાબતે એક્ટરે કહ્યું, 'મોટાભગના લોકો આવું કરે છે. મેં ખરેખર બધાને આવું કરતા જોયા છે. તેઓ એક વીડિયો પણ વાઇરલ થયો હતો. તે એક ડ્રગ પાર્ટી હતી.' યુવરાજે આ વાત ગયા વર્ષે કરણ જોહરની હાઉસ પાર્ટીના સંદર્ભમાં કરી હતી. યુવરાજે આગળ કહ્યું, 'તમે કહી શકો છો કે ટોપ 10થી 15 A લિસ્ટર્સ કોકેનના ઘણા ભોગી છે.'

મારી પાસે પુરાવા નથી, માટે નામ નથી કહી રહ્યો
તેઓ નામ કેમ નથી જાહેર કરી રહ્યા તે બાબતે યુવરાજે કહ્યું, 'મને ખબર છે કે આ લોકો ડ્રગ્સ લે છે, પરંતુ મારી પાસે તેને સાબિત કરવા કોઈ પુરાવા કે ફોટો નથી. તેઓ મારા પર એક કાઉન્ટર કેસ ફાઈલ કરી શકે છે. હું મારું નામ આમાં લાવવા નથી ઈચ્છતો અને પછી તેઓ બદલો લેવાની ઘણી રીત ટ્રાય કરશે. તેઓ ડિસ્ટ્રિબ્યુટરને કહેશે કે મારી ફિલ્મો રિલીઝ ન કરો.' યુવરાજે ઈશારો કર્યો કે ટોપ 10થી 15 એક્ટર્સમાં અક્ષય કુમારને છોડીને બધા ડ્રગ્સ લે છે.

અન્ય સમાચારો પણ છે...