તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કેસ:સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની જામીન અરજી બીજી વખત ફગાવી દેવામાં આવી, કોર્ટને અરજીમાં કોઈ યોગ્યતા દેખાઈ નહીં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુશાંતના મિત્ર અને ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીની 29મેના રોજ હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી
  • તેના દ્વારા દાખલ કરવામાં આવેલી બે જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદથી જ નાર્કોટિક કંટ્રોલ બ્યુરો ડ્રગ એંગલ પર તપાસ કરી રહી છે, જેમાં ઘણા લોકોનું નામ સામે આવ્યું છે. આ કેસમાં સુશાંતના મિત્ર અને ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીની 29મેના રોજ હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેની જામીન અરજી બે વખત ફગાવી દેવામાં આવી છે.

સિદ્ધાર્થ પિઠાનીના વકીલ તારક સૈયદે ઈટાઈમ્સને કન્ફર્મ કરતા જણાવ્યું કે, NDPC કોર્ટ (નાર્કોટિક ડ્રગ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સ) દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના અનુસાર, કોર્ટે એટલા માટે જામીન નામંજૂર કર્યા છે કારણ કે તેમને તેમાં કોઈ યોગ્યતા નથી દેખાતી.

બીજી વખત જામીન અરજી ફગાવી
મે મહિનામાં ધરપકડ કરાયેલા સિદ્ધાર્થ પિઠાનીને 25 જૂનના રોજ લગ્ન માટે બહાર આવવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ તેને 2 જુલાઈએ ખુદ કોર્ટની સામે આત્મસપર્મણ કર્યું હતું. ત્યારબાદથી તેના દ્વારા દાખલ કરવામાં આવેલી બે જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

14 જૂનના રોજ સુશાંતના મૃત્યુ સમયે સિદ્ધાર્થ પિઠાણી ઘરે જ હતો. સિદ્ધાર્થે બેડ પર ચડીને સુશાંતની બોડીને નીચે ઉતારી હતી. એક્ટરના ફ્લેટમાં હાજર બે અન્ય લોકો નીરજ અને કેશવ સાથેની પૂછપરછ બાદ સિદ્ધાર્થનું નામ ડ્રગ એંગલ સાથે જોડાયું હતું.

સિદ્ધાર્થ પર આરોપ છે કે તે સુશાંતને ડ્રગ ખરીદવામાં મદદ કરતો હતો ત્યારબાદ તેની NDPC એક્ટની કલક 27-A અંતર્ગત ધરપકડ કરવામાં આવી.