તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંતના મૃત્યુના 7 મહિના:સુશાંતનો મિત્ર ગણેશ અણ્ણા હઝારેને મળ્યો, મૃત્યુની તપાસ માટે નવી CBI ટીમ બનવાના સમાચાર પણ સામે આવ્યા

13 દિવસ પહેલા

સુશાંતના મૃત્યુને 7 મહિના થવા આવ્યા છે. તેના પરિવારના લોકો, મિત્રો અને ફેન્સ ન્યાયની રાહમાં છે. CBI, ED, મહારાષ્ટ્ર પોલીસ, NCB જેવી દેશની 4 મોટી તપાસ એજન્સીઓ મળીને પણ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો કોયડો સોલ્વ કરી શક્યા નથી. જોકે, હજુ પણ અમુક લોકો નિરાશ નથી થયા. તેમાંના જ એક છે સુશાંતના મિત્ર ગણેશ હિવરકર, જે હાલમાં જ અણ્ણા હઝારેને મળ્યા.

અણ્ણા હઝારે બોલ્યા - હું પ્રયત્ન કરીશ
ગણેશે સોશિયલ મીડિયા મારફતે આ વાતની જાણકારી આપી. તેમણે અણ્ણા હઝારે સાથેનો તેમનો એક ફોટો પોસ્ટ કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે તે છેલ્લા 3 મહિનાથી RSS પ્રમુખ મોહન ભાગવતને મળવાની પણ ટ્રાય કરી રહ્યા છે, કૃપા કરીને કોઈ તેમની મદદ કરી શકતા હોય તો જણાવો. સાથે જ એક લેટર લખીને સુશાંતના મૃત્યુ વિશે જણાવ્યું છે.

આ લેટર મરાઠીમાં છે. તેમાં લખ્યું છે- મારું એટલું જ કહેવું છે કે મારી 3 વિનંતી છે જેને તમે સમજો અને તેમાં મદદ કરો. પહેલી- મીડિયા રોજ 30 મિનિટ સુશાંતના કેસ સંબંધિત સમાચાર બતાવે. બીજી- RSS જેવી સંસ્થાઓ અમારી મદદ કરે. ત્રીજી- ભારત સરકાર અને CBIને એક લેટર લખવામાં આવે જેથી તે આ કેસ પર ધ્યાન આપે. ગણેશ મુજબ અણ્ણાએ તેને આ કેસમાં મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

પ્રદીપ ભંડારીની પોસ્ટ, જેમાં નવી તપાસ ટીમ બનાવવાનો ઉલ્લેખ છે.
પ્રદીપ ભંડારીની પોસ્ટ, જેમાં નવી તપાસ ટીમ બનાવવાનો ઉલ્લેખ છે.

આ વચ્ચે સોશિયલ મીડિયા પર જ રિપબ્લિક ટીવી સાથે જોડાયેલા પ્રદીપ ભંડારીએ પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે કે, 'સુશાંત સિંહ ડેથ કેસની તપાસ માટે એક નવી CBI ટીમ બનાવવામાં આવી રહી છે. જે આગળની તપાસ કરશે. નવી ટીમ આગામી થોડા દિવસમાં પુરાવાને આધારે તપાસ કરશે. હજુ કંઈપણ ખતમ નથી થયું, આશા ન છોડો.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser