તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંતના મૃત્યુના 3 મહિના:સુશાંતના જીજુ વિશાલે લખ્યું, એક ક્ષણે હસતા હોઈએ પરંતુ બીજી જ ક્ષણે ખુદને પૂછીએ છીએ કે ભાઈને ખોયા પછી અમને હસવાનો હક છે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

14 સપ્ટેમ્બરે સુશાંતના મૃત્યુને 3 મહિના થઇ ગયા. આખો દેશ તેના મૃત્યુના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી તો તેના પરિવારની સ્થિતિ સમજી શકાય છે. આ વચ્ચે સુશાંતના જીજુએ તેને યાદ કરીને અમુક વાતો શેર કરી છે. વિશાલે લખ્યું, પેડ પીઆર ગિમિક્સની જગ્યાએ મેં સુશાંત સાથે વિતાવેલા સમયને યાદ કરવું જરૂરી સમજ્યું.

વિશાલે લખ્યું, કેસ વિશે લખવાની જગ્યાએ હું અમુક વીતેલા સમય બાબતે લખીશ. કારણકે હું અને શ્વેતા ઇન્ડિયામાં રહેતા ન હતા તો અમે સુશાંત સાથે ફેસટાઈમ અને વ્હોટ્સએપ પર વાત કરતા હતા. અમારી પાસે એ જ ફેસટાઈમની વાતચીતનો એક ક્યૂટ સ્ક્રીનશોટ છે. પોતાના બ્લોગમાં વિશાલે વોરિયર્સ ફોર SSR સાથે બનેલી તેમની એક્સટેન્ડેડ ફેમિલીનો પણ આભાર માન્યો જે સુશાંતને ન્યાય અપાવવા માટે સપોર્ટ કરી રહી છે.

દુઃખ ભૂલવામાં સમય કદાચ કામ લાગી શકે
વિશાલે લખ્યું, ક્યારેય વિચાર્યું ન હતું, તે ખોટના ત્રણ મહિના, જે થયું તેનો આજે પણ ભરોસો થતો નથી. અમે હજુ સુધી આઘાતમાં છીએ. અમારા બાળકો કંઈક કરે છે તો અમે હસીએ છીએ પણ પછી એક આત્મગ્લાનિની લહેર ફરી વળે છે. એવું વિચારીને કે શું આપણા ભાઈને ખોયા પછી આપણને હસવાનો હક છે. અમને ફરી નોર્મલ થવામાં સમય લાગશે અને મને પૂરો વિશ્વાસ છે કે અમે ફરી ક્યારેય પહેલાં જેવા નહીં થઈએ. પરંતુ અમે પ્રયત્ન કરતા રહેશું અને આશા છે કે સમય મદદ કરશે.

સુશાંતને પ્રોટેક્ટિવ બ્રધર ગણાવ્યો
વિશાલે એક કિસ્સો શેર કરી લખ્યું કે, જ્યારે મેં અને શ્વેતાએ કોલેજ ટાઈમથી ડેટિંગ શરૂ કર્યું હતું ત્યારે સુશાંત એક ટિપિકલ પ્રોટેક્ટિવ ભાઈની જેમ મને સવાલ પૂછતા હતા કે શ્વેતાને લઈને મારા ઈરાદા શું છે. અમે તેમને ભરોસો અપાવ્યો કે આ રિલેશનને લઈને અમે સિરિયસ છીએ. પરંતુ તે ત્યાં સુધી ન માન્યા જ્યાં સુધી હું 2007માં શ્વેતા સાથે લગ્ન કરવાં યુએસથી પાછો ન આવી ગયો. ત્યારપછીનો બધો ઇતિહાસ છે.'

અન્ય સમાચારો પણ છે...