તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંત કેસમાં ટ્વિસ્ટ:EDએ પણ કેસ દાખલ કર્યો, પિતાએ રિયા ચક્રવર્તી પર 15 કરોડની હેરાફેરીનો આક્ષેપ મૂક્યો હતો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂત કેસમાં શુક્રવાર (31 જુલાઈ)ના રોજ મોટો ટ્વિસ્ટ આવ્યો હતો. હવે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ આ કેસમાં PMLA હેઠળ કેસ દાખલ કર્યો છે. આ કેસમાં સુશાંતના પરિવાર તરફથી 15 કરોડ રૂપિયાની હેરાફેરીનો આક્ષેપ લગાવીને રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

ગુરુવારે EDએ બિહાર પોલીસ પાસેથી માહિતી લીધી હતી આ પહેલાં 30 જુલાઈ, ગુરુવારના રોજ EDએ બિહાર પોલીસ પાસે આ કેસની FIRની કૉપી તથા સુશાંતના બેંક ખાતાની માહિતી લીધી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે EDએ આ કેસમાં મની લોન્ડરિંગ એન્ગલથી પણ તપાસ કરવી જોઈએ.

સ્ટાર્ટઅપ તથા મની ટ્રાન્સફરને કારણે તપાસ સુશાંતના પિતાનો આક્ષેપ હતો કે સુશાંતના બેંક અકાઉન્ટથી 15 કરોડ રૂપિયા ત્રણ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ અકાઉન્ટ્સ રિયા, તેના ભાઈ શૌવિક તથા તેની માતા છે. સુશાંત તથા રિયાએ ત્રણ સ્ટાર્ટ-અપમાં રોકાણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...